Western Times News

Gujarati News

મિસ વર્લ્ડ ઇન્ડિયા નંદિની ગુપ્તાને ઐશ્વર્યા રાયની સફરમાંથી પ્રેરણા મળી

મુંબઈ, રાજસ્થાનના એક ખેડુત પરીવારમાંથી આવતી અને મોટી થયેલી નંદિની ગુપ્તાને અંદાજ પણ નહોતો કે તે એક દિવસ આવા મિસ ઇન્ડિયાના મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તે પોતાની આ સફરનું શ્રેય મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયને આપે છે, તેમની સફરમાંથી નંદિનીને પ્રેરણા મળી છે.આ વર્ષે હૈદ્રાબાદમાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજાઈ રહી છે.

ત્યારે મિસ ઇન્ડિયા ૨૦૨૩ નંદિની ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં તેને ઐશ્વર્યામાંથી કઈ રીતે પ્રેરણા મળી તે અંગે વાત કરી હતી. તેણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ફાઇનલના દિવસે ઐશ્વર્યા હૈદ્રાબાદમાં હાજર રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવાના પોતાના નિર્ણય અંગે નંદિનીએ જણાવ્યું કે તેનાં માતાપિતાએ તેને ઘણો સહકાર આપ્યો છે. તેણે એક વખત બધા જમવા બેઠાં હતાં ત્યારે આ નિર્ણય અંગે પોતાના માતા-પિતાને કહ્યું અને આ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. એ ઘટના યાદ કરતા નંદિનીએ કહ્યું, “એ દિવસે મેં દેવદાસ જોઈ હતી. ઐશ્વર્યાની સુંદરતાથી હું અચંભિત થઈ ગઈ હતી.

મેં મારી માને પુછ્યું હતું કે એ કોણ છે, મને જવાબ મળ્યો હતો કે એ મિસ વર્લ્ડ છે. મારા માટે એ બાબત નવી હતી. ત્યારે મારી માએ મને સમજાવ્યું કે કઈ રીતે પહેલાં તેમણે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે અને પછી દેશનું પ્રતિનિધિત્વ કરીને આ સ્પર્ધા જીતવાની હોય છે.

એ ક્ષણ હતી, જ્યારે મેં એના જેવું બનવાનું નક્કી કર્યું. હું ઐશ્વર્યાની સફરથી અત્યંત પ્રભાવિત થઈ હતી.”નંદિનીએ આગળ જણાવ્યું કે તેણે જ્યારે મુંબઈ આવવાનું નક્કી કર્યું તો તેના પિતાએ આગ્રહ કર્યાે હતો કે તેણે તેના અભ્યાસમાં કમ સે કમ ૯૦ ટકા લાવવા પડશે.

આજે તે એ ચર્ચાને આભારી છે કારણકે તેની પાસે બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી પણ છે.અન્ય પિજનેન્ટ સ્પર્ધકોની જેમ નંદિની પણ આગળ જઇને એક્ટિંગ કરવા માગે છે. તેણે કહ્યું,“બિલકુલ એ મારા પ્લાનમાં છે, હું અલગ અલગ રોલ કરવા માગું છું. જોકે, હજુ મને એક્ટિંગ કે આ ઇન્ડસ્ટ્રી કેવી છે કે સમજવાની તક મળી નથી. મારે વર્કશોપ્સ લઇને પહેલાં મારી સ્કિલ્સ પર કામ કરવું છે. મને ખબર છે, કશુંય સરળ નથી.

પરંતુ જો બોલિવૂડ કે સાઉથની ઇન્ડસ્ટ્રી મારા માટે એના દરવાજા ખોલે તો ક્યારેક હું નંદિનીનું પાત્ર ભજવવા માગું છું – ઐશ્વર્યાએ ભજવ્યું હતું એવું કોઈ પાત્ર ભજવવાની મારી ઇચ્છા છે.”૩૧મેએ ફાઇનલ યોજાય ત્યારે ઐશ્વર્યા મિસ વર્લ્ડ સ્પર્ધા જોવા હાજર હોય એવી નંદિનીની દિલથી ઇચ્છા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.