Western Times News

Gujarati News

USA વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે અચાનક દ. આફ્રિકાના પ્રેસિડન્ટને જાતિવાદ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું

USAના ટ્રમ્પ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સાથે બાખડી પડ્યાં

જેવા પ્રેસિડન્ટ રામાફોસાએ આ આરોપો ફગાવ્યા તો ટ્રમ્પે બિગ સ્ક્રીન પર વીડિયો બતાવવાનું શરૂ કર્યું. વીડિયોમાં દાવો કરાયો હતો કે દ.આફ્રિકામાં હજારો શ્વેત ખેડૂતોની હત્યા કરાઈ છે.

(એજન્સી)વાશિગ્ટન, વ્હાઈટ હાઉસમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં જ દ.આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા સાથે બાખડી પડ્યા હતા. બંને પ્રમુખ વચ્ચે એ જ રીતે ઉગ્ર દલીલો થઈ હતી જે રીતે થોડા મહિના અગાઉ યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે જ થઈ હતી.

દ.આફ્રિકાના પ્રમુખ રામાફોસા ૧૯મેના રોજ વોશિંગ્ટન પહોંચ્યા હતા. તેમના આ પ્રવાસનો ઉદ્દેશ્ય આફ્રિકા અને અમેરિકાના વચ્ચેના સંબંધમાં નવા પ્રાણ ફૂંકવાનો હતો પણ વ્હાઈટ હાઉસમાં મીટિંગ વચ્ચે ટ્રમ્પે અચાનક રામાફોસાને જાતિવાદ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું. ટ્રમ્પે સિરિલ રામાફોસા પર આરોપ લગાવતા કહ્યું કે તમારા કાર્યકાળમાં દ.આફ્રિકામાં શ્વેત ખેડૂતોનો નરસંહાર થઈ રહ્યો છે અને તમે તમાશો જોઈ રહ્યા છો. Trump showed Ramaphosa a photo from DRC as proof of ‘White genocide’ in South Africa

જોકે જેવા પ્રેસિડન્ટ રામાફોસાએ આ આરોપો ફગાવ્યા તો ટ્રમ્પે બિગ સ્ક્રીન પર વીડિયો બતાવવાનું શરૂ કર્યું. વીડિયોમાં દાવો કરાયો હતો કે દ.આફ્રિકામાં હજારો શ્વેત ખેડૂતોની હત્યા કરાઈ છે. ટ્રમ્પે નરસંહારનો આરોપ મૂક્યો આ દરમિયાન ટ્રમ્પે અમુક મીડિયામાં છપાયેલા લેખની કોપીઓ પણ સિરિલ રામાફોસાને બતાવી હતી જેમાં આફ્રિકામાં શ્વેત ખેડૂતોના નરસંહારનો દાવો કરાયો હતો.

રામાફોસાને આ કોપી બતાવતા ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે Death, Death…  જેના પછી માહોલ તણાવપૂર્ણ થઈ ગયો હતો. ટ્રમ્પના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા સિરિલ રામાફોસાએ કહ્યું કે આફ્રિકામાં હિંસા વધી છે અને તમામ જાતિઓ અને વર્ગાે તેની સામે સંઘર્ષ કરી રહ્યા છે. આ હિંસામાં માર્યા ગયેલા લોકો માત્ર શ્વેત જ નથી, પરંતુ અશ્વેત લોકો પણ મોતને ભેટ્યા છે. શ્વેત કરતાં અશ્વેતોની હત્યા વધુ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.