અમદાવાદ ખાતે આયોજીત RE-NETWORK 2025 Expo & Conclave નું ઉદઘાટન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત ફેડરશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અમદાવાદ ખાતે આયોજીત RE-NETWORK 2025 Expo & Conclave નું ઉદઘાટન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ‘The Future Together’ની થીમ સાથે આયોજિત આ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રિન્યુએબલ એનર્જી માટેની પ્રતિબદ્ધતામાં સુર પુરાવતો કાર્યક્રમ ગણાવી, આ સફળ આયોજન બદલ GFSIને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાતની અગ્રેસરતાને બિરદાવી, 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો બનાવવાના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને મૂર્તિમંત કરવામાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ રિન્યુએબલ એનર્જી સેક્ટરના અગ્રણીઓને ગ્રીન ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને આગળ ધપાવવા આહવાન કર્યું હતું.