સરકારને 2.29 લાખ કરોડનું ડિવિડન્ડ આપવા RBIએ કરી જાહેરાત

નવી દિલ્હી, કેન્દ્રીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈએ સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ કહ્યું કે, તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપશે.
જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આપવામાં આવેલા ૨.૧ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપેલું ડિવિડન્ડ ૮૭,૪૧૬ રૂપિયા હતું. કેન્દ્રીય બેંકના ગવર્નર સંજય મલ્હાત્રાની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક યોજાઈ. જેમાં સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમિયાન, ડિરેક્ટર બોર્ડે એપ્રિલ ૨૦૨૪ – માર્ચ ૨૦૨૫ દરમિયાન રિઝર્વ બેંકની કામગીરીની પણ ચર્ચા કરી અને વર્ષ ૨૦૨૪-૨૫ માટે રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી. આ સાથે, બોર્ડે કેન્દ્ર સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી. આ બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે, સુધારેલ આર્થિક મૂડી માળખું હેઠળ આકસ્મિક જોખમ બફરને હવે વધારીને ૭.૫ ટકા કરાશે, જે પહેલા ૬.૫ ટકા હતું.
કોરોના મહામારીના સમયે આરબીઆઈની આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખતા ૫.૫ ટકાનો ઝ્રઇમ્ જાળવી રાખ્યો હતો, જેને ગત બે વર્ષમાં તબક્કાવાર ૬ ટકા અને ૬.૫ ટકા સુધી વધારાયો હતો. આરબીઆઈ પોતાના આર્થિક મૂડી માળખાના આધારે સરકારને ડિવિડન્ડ આપે છે.
આ માળખું આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં બનેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટના આધારે ઓગસ્ટ, ૨૦૧૯માં લાગુ કરવામાં આવ્યું હતું.