વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા પ્રતિંબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૧૨,૫૦૦નો દંડ વસુલ કરાયો

Ahmedabad, પર્યાવરણ પખવાડિયા અંતર્ગત વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા પ્રતિંબંધિત પ્લાસ્ટિક અર્થે તમામ બિનરહેણાક વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ કામગીરી અંતર્ગત વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ૯ આસામી પાસેથી ૧૫૦ કે.જી પ્રતિંબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૧૨,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.