રશિયા અને યુક્રેને વધુ ૩૦૩ કેદીઓ એકબીજાને સોંપ્યા

કિવ, એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની અદલાબદલી ચાલી રહી છે. બીજી તરફ યુક્રેન પર મોસ્કોના હુમલા ચાલુ છે. રવિવારે રાત્રે રશિયાએ સતત બીજી વખત યુક્રેન પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં ૧૨ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન રશિયા અને યુક્રેને ૩૦૩ કેદીઓની આપ-લે કરી હતી. આ પહેલા શનિવારે બંને દેશોએ ૩૦૭ સૈનિકોની અદલાબદલી કરી હતી.
જ્યારે એક દિવસ પહેલા બંને પક્ષોએ ૩૯૦ લોકોને મુક્ત કર્યા હતા. યુક્રેને જણાવ્યું હતું કે, ઘણા અઠવાડિયામાં રશિયાએ કરેલો સૌથી સૌથી મોટો હવાઈ હુમલો આખી રાત ચાલ્યો હતો. રશિયાએ વિવિધ પ્રકારની ૬૯ મિસાઇલો અને ૨૯૮ ડ્રોનનો ઉપયોગ કર્યાે હતો. ડ્રોનના કાટમાળને કારણે ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં આગ લાગી હતી.
કટોકટી સેવા અનુસાર, કિવના પશ્ચિમમાં ઝાયટોમીર ક્ષેત્રમાં ૮, ૧૨ અને ૧૭ વર્ષની વયના ત્રણ બાળકોના મોત થયા. આ હુમલામાં બાર લોકો ઘાયલ થયા હોવાનું સેવાએ જણાવ્યું હતું.SS1MS