માત્ર બે કલાકમાં દિલ્હી પાણી-પાણી મે મહિનાનો રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો

નવી દિલ્હી, દિલ્હીમાં મે મહિનાનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. કેરળમાં રેકોર્ડ સમય પહેલા પહોંચેલા ચોમાસાએ હવે મહારાષ્ટ્રને પણ સરપ્રાઈઝ આપી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણપશ્ચિમ ચોમાસું ભારે ગરમી સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં પણ નિર્ધારિત સમય કરતાં વહેલું પહોંચી ગયું છે અને આગામી ૨-૩ દિવસમાં મુંબઈમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ શકે છે.
તેની અસરને કારણે રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.આગામી દિવસોમાં રાજ્યના અન્ય ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે ચોમાસાના વહેલા પ્રવેશથી ખેડૂતોને રાહત મળવાની અપેક્ષા છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે, જ્યારે મુંબઈ અને કોંકણમાં હાલ પ્રિ-મોન્સૂન વરસાદ પડી રહ્યો છે.
રવિવારે સવારે દિલ્હી-એનસીઆરમાં આવેલા જોરદાર વાવાઝોડા અને મુશળધાર વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માત્ર બે કલાકના વરસાદને કારણે દિલ્હી પાણી પાણી થઈ ગયું હતું.
અનેક જગ્યાએ વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ૧ પરની કેનોપી પણ તૂટી પડી હતી. દિલ્હીમાં રવિવારે ૮૧.૪ મીમી વરસાદ સાથે મે મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ ૧૮૬.૪ મીમી વરસાદ નોંધાયો છે.SS1MS