Western Times News

Gujarati News

સુરતમાં આત્મહત્યા અટકતી નથી વધુ ત્રણ વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું

સુરત, સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ સતત બનતી રહી છે. વધુ ત્રણ વ્યક્તિએ અકાળે મોતને વ્હાલુ કર્યું હોવાનું નોંધાયું છે. અમરોલીમાં સગીરા એ ફાંસો ખાઈ લીધો, લીંબાયતની યુવતીએ શરીર પરના ડાઘાથી કંટાળી અને મોટાવરાછામાં રીક્ષા ચાલકે જીવ ટૂંકાવ્યો હતો.

પહેલી ઘટનામાં અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝ પાસે આશાપુરી સોસાયટીમાં રહેતા ઉદયભાઈ કશ્યપની નાની દિકરી ૧૭ વર્ષીય રૂપલે ઘરની અગાસી પર રૂમની છતના હૂક સાથે દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો, સવારે માતા પોતાની દીકરીને જગાડવા જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. રૂપલે કયા કારણોસર આપઘાત કર્યાે તે અંગે રહસ્ય સર્જાયું છે.

બીજી ઘટનામાં મૂળ ભરૂચ જિલ્લાના વાંગડા ખાતેના વતની ૪૦ વર્ષીય રમેશભાઈ રમણભાઈ પટેલ હાલમાં મોટા વરાછા ખાતે આવેલા દરબાર ફળિયામાં પરિવાર સાથે રહેતા હતા, રમેશભાઈએ ગઈ તારીખ ૨૩મીના રોજ બપોરે ઉતરાણ ખાતે આવેલા મનીષ ગરનાળા પાસે વિષપાન કરીને જીવન ટૂંકાવ્યું હતું.

ત્રીજી ઘટનામાં મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના વતની અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં ૨૧ વર્ષીય પૂજા જયશંકર તિવારી માતા ભાઈ-બહેન સહિતના પરિવાર સાથે રહેતી હતી. પૂજાના પિતાનું અવસાન થઈ ગયું છે.

પૂજાને શરીર પર કોઈ ડાઘ થઇ ગયા હતા. જેની દવા પણ ચાલુ હતી. જેનાથી અંતે કંટાળી ગઈ કાલે બપોરે પૂજાએ ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પૂજાએ બીમારીના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.