Western Times News

Gujarati News

પાકિસ્તાન માટે જાસૂસી કરતા ગદ્દારોને ઝડપી લેવા પોલીસની ખાસ કવાયત

અમદાવાદ, પહેલગાંવમાં આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપી દીધો છે ત્યારે હવે દેશમાંથી ઠેર ઠેર પાકિસ્તાની જાસૂસ ઝડપાઇ રહ્યા છે. યૂટ્યૂબર યુવતીઓ સહિત દેશભરમાંથી ૧૫ જાસૂસ ઝડપી લેવામાં આવ્યા છે. વડાપ્રધાનના ગુજરાત (કચ્છ) આગમન પહેલાં જ કચ્છમાંથી એટીએસની ટીમે એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો છે.

દયાપર હેલ્થ સેન્ટર પર કામ કરતા સહદેવસિંહ ગોહિલે પાકિસ્તાની એજન્ટ અદિતિ ભારદ્વાજ માટે જાસૂસી કરી હતી. આ ઘટના બાદ ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી થઇ રહી હોવાની વાત સ્પષ્ટ થઇ ગઇ છે. માટે તમામ એજન્સીઓ આવા જાસૂસી કરતા તત્ત્વોની તલાશ કરી રહી છે.

એટીએસ દ્વારા કચ્છમાંથી બીએફએસના ફોટા અને વીડિયો તથા ભારતીય નેવીના ફોટા-વીડિયો પાકિસ્તાનમાં વોટ્‌સએપ દ્વારા મોકલી આપનારને ઝડપી લેવામાં આવ્યો છે. જાસૂસ સહદેવસિંહને આ જાસૂસી માટે ૪૦ હજાર રૂપિયા પણ પાકિસ્તાની જાસૂસે મોકલાવ્યા હતા. હવે તેની તલાશ ચાલી રહી છે.

થોડા દિવસ પહેલા નડિયાદના જસીમ અંસારીએ પણ ભારત દેશ સામે સાયબર વોર છેડીને એક સગીરની મદદથી દેશની સંખ્યાબંધ સરકારી વેબસાઇટ પર સાયબર એટેક કરીને હેક કરવાનો પ્રયાસ કર્યાે હતો. જસીમે દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોનું એક ઇન્સ્ટાગ્રામ ગ્‰પ બનાવ્યું હતું. જેમાં તે દેશવિરોધી પ્રવૃત્તિના ફોટા મૂકતો હતો.

ઓપરેશન સિંદૂર ટાણે તેણે લખ્યું હતું કે આ ભારતે શરૂ કર્યું છે. તે પૂરું અમે કરીશું. પોલીસે હાલ તેની સાથે ટેલિગ્રામ મારફતે સંકળાયેલા ૧૦૦થી વધુ લોકોની તપાસ પણ શરૂ કરી છે.

ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ચોક્કસ તત્ત્વો દ્વારા દેશ વિરોધી પોસ્ટ- વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે. વાતાવરણ ન બગડે તે માટે આવી પોસ્ટ દૂર કરી પોસ્ટ વાયરલ કરનારને ઝડપી લેવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સતત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વોચ રાખે છે.

વર્તમાન પરિસ્થિતિમાં આ સેલની ટીમ પણ વધારવામાં આવી છે.દેશ વિરોધી માનસિકતા ધરાવતા તત્ત્વો દ્વારા લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. આવા ઘણા લોકો સામે ફરિયાદ દાખલ કરવા ઉપરાંત પોલીસ રિપોર્ટને આધારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાવી દેવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.