Western Times News

Gujarati News

એસટીમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરતા બે આરોપી ઝડપાયા

અમદાવાદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં રહેતા નિલેશ રોહિતે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વડોદરામાં એસટી વિભાગમાં બસમાં જીપીએસ લગાવાનું કામ કરતો હતો.

નિલેશને દીકરા, પત્ની અને માતાની સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે ઠગાઈની દુકાન શરૂ કરી અને એસટીમાં નોકરી આપવાની લાલચ આપીને બોગસ લેટરપેડ અને સિક્કા મારીને લોકો પાસેથી રૂપિયા વસૂલવાની શરૂઆત કરી હતી.

વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી નિલેશ રોહિત અને તેના સાથીદાર આશિષ ક્રિશ્ચને ખોખરામાં રહેતા યુવકને એસટીમાં નોકરી આપવાના બહાને રૂપિયા ૯૭ હજારની ઠગાઈ આચર્યાની ફરિયાદને પગલે વટવા જીઆઈડીસી પોલીસે નિલેશ રોહિત અને આશિષ ક્રિશ્ચનની ધરપકડ કરીને અન્ય ભોગ બનનારની તપાસ હાથ ધરી છે.

ખોખરામાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને એસટી વિભાગમાં સિનિયર ક્લાર્કની નોકરી આપવાની લાલચ આપીને રૂપિયા ૯૭ હજારની ઠગાઈ આચરનારા બે આરોપીની વટવા જીઆઈડીસી પોલીસે વટવા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

ઝડપાયેલા બંને આરોપીની એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત ખૂલી કે નિલેશ રોહિત અને આશિષ ક્રિશ્ચન બંને કર્ણાટક ફરવા માટે ગયા હતા. તે સમયે એકબીજા સાથે મુલાકાત થઇ ત્યારે આરોપી નિલેશે આશિષને જણાવ્યું હતું કે કોઈને એસટીમાં નોકરી જોઈતી હોય તો જાણ કરજો રૂપિયા આપવાથી નોકરી મળી જશે, ત્યારબાદ આશિષ ક્રિશ્ચન વટવાની કંપનીમાં સીસીટીવી ફિટિંગ કરવા માટે ગયો હતો. ત્યાં કંપનીના કામ કરતા કર્મચારી યુવક સાથે એસટીમાં નોકરી અપાવવા અંગેની વાતચીત થઇ હતી. અને કહ્યું કે તેનો એક મિત્ર છે. જે રૂપિયા લઈને એસટીમાં નોકરી અપાવે છે.

ત્યારબાદ આરોપી નિલેશ અને આશિષ ક્રિશ્ચને બંનેએ ભેગા મળીને યુવક પાસેથી રૂપિયા ૯૭ હજાર લીધા હતા. બાદમાં એસટીમાં સિનિયર ક્લાર્કના ઓફર લેટર પર બનાવટી સહી અને સિક્કાઓ લગાવીને આપ્યા હતા.

જ્યારે યુવકે તપાસ કરાવી તો નિમણૂકનો લેટર ખોટો હોવાનું ધ્યાને આવ્યું હતું.મુખ્ય આરોપી નિલેશ રોહિત વર્ષ ૨૦૧૨માં વડોદરાના એસટી વિભાગમાં બસમાં જીપીએસ લગાડવાનું નોકરી પાર્ટ ટાઈમ કરતો હતો જ્યારે આશિષ ક્રિશ્ચન ખાનગી કંપનીમાં સીસીટીવી ફીટિંગ કરવાનું કામ કરતો હતો તેથી એસટીમાં નિમણૂક કેવી રીતે થાય છે અને જગ્યા ખાલી થઇ છે કે નહીં તે તમામ પ્રકારની વાતથી જાણકાર હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.