Western Times News

Gujarati News

સલમાન જુલાઈ મહિનામાં બિગબોસ ૧૯ સાથે ટીવીના પડદે પાછો ફરશે

મુંબઈ, ઘણા લાંબા સમયથી બિગ બોસ શો આવશે કે નહીં આવે એ અંગે ચર્ચાઓ અને અનિશ્ચિતતાઓ ચાલતી હતી. થોડાં વખતથી કલર્સ ટીવી અને શોના પ્રોડક્શન હાઉસ બાનિજય એશિયા વચ્ચે તકરારના પણ અહેવાલો હતા.

તેથી બિગ બોસની ૧૯મી સીઝન કેન્સલ થઈ જાય એવી શક્યતા હતી. ત્યારે હવે એવા અહેવાલ છે કે આ શો આવશે જ અને તેની નવી સીઝન નિશ્ચિત થઈ ગઈ છે.એવા અહેવાલ છે કે બિગ બોસની ૧૯મી સીઝન આવશે જ અને એન્ડીમોલ શાઇન ઇન્ડિયા દ્વારા આ શો પ્રોડ્યુસ કરવામાં આવશે. સાથે એવા અહેવાલ છે કે આ શોના હોસ્ટ તરીકે સલમાન ખાન જ હશે એ પણ નક્કી થઈ ચૂક્યુ છે.

હવે એવી શક્યતા છે કે જુલાઈ મહિનામાં આ શો શરૂ થઈ શકે છે. જોકે, બિગ બોસના મેકર્સ તરફથી આ અંગે હજુ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. અગાઉ એવી અફવા હતી કે બિગ બોસની ૧૯મી સીઝન કેન્સલ થઈ શકે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે આ શોના સૌથી મોટા સ્પોન્સર પાછળ ખસી ગયા હતા, તેથી સ્પોન્સર્સ માટે કોઈ ફંડ વિના શો શરૂ કરવો મુશ્કેલ હતો.

વધુમાં શો નવી ચેનલ પર જાય એવી પણ ચર્ચા હતી, કારણ કે સોની ટીવી અને શોના પ્રોડક્શન હાઉસ વચ્ચે કોઈ સમસ્યા થઈ ગઈ હતી. તેથી બિગ બોસ કલર્સના બદલે સોની પર જાય એવી પણ શક્યતા હતી.

સલમાન ખાન ૨૦૧૪થી શોની ચોથી સીઝનથી બિગ બોસ શોનું સંચાલન કરે છે, તેના કારણે તેણે આ શોના ઓડિયન્સ સાથે મજબુત નાતો બાંધી લીધો છે.

સલમાન ખાન આ શોનો ચહેરો બની ગયો છે, તેની સંચાલનની અલગ સ્ટાઇલથી પ્રભાવિત થઈને પણ ઘણા લોકો બિગ બોસ જોતાં થયાં છે. એટલું જ નહીં, શોમાં આવતા ઘણા કન્ટેસ્ટન્ટ પણ સલમાન ખાનને કારણે આ શોમાં ભાગ લે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.