બે હાઈકોર્ટના જસ્ટિસને સુપ્રીમ કોર્ટમાં એલીવેટ કરવા કોલેજિયમની ભલામણ કરાઈ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એન વી અંજારિયા, ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઈ અને બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એ એસ ચંદુરકારને સર્વાેચ્ચ અદાલતમાં જજ બનાવવા ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ બી આર ગવઈના નેતૃત્વ હેઠળ બનેલા પાંચ સભ્યોના કોલેજિયમની બેઠક ૨૬ મેએ યોજાઈ હતી.
આ બેઠકમાં પાંચ હાઈકોર્ટના જજને ચીફ જસ્ટિસ પદે નિમણૂક આપવા ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય એસ ઓકા અને રિષિકેશ રોયની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં ત્રણ જસ્ટિસની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી પડેલી જગ્યા પર નિમણૂક માટે કર્ણાટક અને ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસની ભલામણ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મધ્યપ્રદેશ, કર્ણાટક, ગૌહાટી, પટના અને ઝારખંડ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂક માટે ભલામણ કરી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ સચદેવાને ચીફ જસ્ટિસ બનાવવા તથા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વિભુ બાખરુને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે કોલેજિયમે ભલામણ કરી છે.
પટના હાઈકોર્ટના જસ્ટિસ આશુતોષ કુમારને ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને પટના હાઈકોર્ટના જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોલીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદે એલિવેટ કરવા કોલેજિયમની ભલામણ છે. વધુમાં કોલેજિયમે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ તારલોક સિંઘ ચૌહાનને ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરી છે.SS1MS