કોરોનાના નવા વેરિયન્ટ્સ ચિંતાજનક નથીઃ ICMRના વડા

નવી દિલ્હી, દેશના કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. જોકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડિરેક્ટર જનરલ ડો. રાજીવ બહેલના જણાવ્યાં અનુસાર, અત્યારે કોરોનાના ચેપની તીવ્રતા અત્યંત મંદ હોવાથી તે ચિંતાજનક નથી.
કોવિડના નવા વેરિયન્ટ્સ મળ્યાં હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ અને પશ્ચિમમાં નમૂનાના જીનોમ સિક્વન્સિંગમાં એ સ્પષ્ટ થયું છે કે, નવા વેરિયન્ટ્સ બહું ગંભીર નથી અને તે ઓમિક્રોનના પેટાવેરિયન્ટ્સ છે.
ઉપરોક્તમાંથી પહેલાં ત્રણ વેરિયન્ટ્સ વધુ જોવા મળી રહ્યાં હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, અન્ય સ્થળોએથી લવાયેલાં સેમ્પલ્સનું સિક્વન્સિંગ કરાઈ રહ્યું છે, જેના પરિણામો બાદ આપણને વધુ વેરિયન્ટ્સ છે કે નહીં તેની જાણ થશે.
તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં વધારાની શરૂઆત દક્ષિણમાં થઈ હતી. ત્યારબાદ પશ્ચિમમાં અને હવે ઉત્તર ભારતમાં કેસો વધ્યાં છે. આ તમામ કેસોનું ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું છે.
આ ઉપરાંત આઈસીએમઆરનું રાષ્ટ્રવ્યાપી રેસ્પિરેટરી વાયરસ સેન્ટિનલ સર્વેલન્સ નેટવર્ક નવા ઈન્ફેક્શન્સ અને પેથોજન્સ પર નજર રાખી રહ્યું છે. અમે હાલમાં સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. જોકે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
સામાન્ય લોકોએ થોડી સાવચેતી રાખવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા(હૂ)ના આંકડા પણ દર્શાવે છે કે, નવા વેરિયન્ટ્સથી ગંભીર બીમારી થતી નથી. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી માત્ર સામાન્ય સાવચેતી રાખવી.SS1MS