મરજીપૂર્વકના શારીરિક સંબંધો તૂટવા ફોજદારી ગુનાનું કારણ નહીંઃ સુપ્રીમ

નવી દિલ્હી, એક મહત્વપૂર્ણ અવલોકન આપતાં સુપ્રીમે જણાવ્યું છે કે પરસ્પર સંમતિ સાથેના સંબંધોમાં કડવાશ આવે કે પાર્ટનર્સ દૂર થઇ જાય તો તે ફોજદારી ગુનો દાખલ કરાવવા માટેનું કારણ ન બની શકે અને આવા કૃત્યોથી કોર્ટાેનો બોજ તો વધશે જ, તેની સાથે સાથે આરોપીની ઓળખને પણ કાળી ટીલી લાગશે.
મહારાષ્ટ્રમાં લગ્નના ખોટા વચન આપીને એક મહિલા સાથે કથિતરીતે બળાત્કારનો કેસ રદ કરતાં સુપ્રીમે આ તારણો કાઢ્યા હતા. આ મહિલાએ જુલાઇ ૨૦૨૩માં આ પુરુષ સામે ગુનો નોંધાવ્યો હતો.
જસ્ટિસ બી વી નાગરત્ન અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની બેન્ચે નોંધ્યું હતું કે એફઆઇઆરમાં કરાયેલા આરોપો હકીકત તરીકે ધ્યાનમાં લેવાય તો પણ રેકોર્ડ પરથી એવું લાગતું નથી કે ફરિયાદીની સંમતિ તેની ઇચ્છા વિરુદ્ધ અને ફક્ત લગ્ન કરવાની ખાતરી પર મેળવવામાં આવી હતી.
બેન્ચે ઉમેર્યું હતું કે ‘અમારો એવો અભિપ્રાય છે કે આ મામલો એવો નથી કે જેમાં શરૂઆતથી જ લગ્ન કરવાનું ખોટું વચન હોય. પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોમાં કડવાશ ઊભી થાય કે પાર્ટનર્સ છૂટા પડે તો તેનાથી ફોજદારી ગુનો લાગુ પાડવા માટેનો કેસ બની ન શકે.’
આવા આચરણથી કોર્ટાેનો બોજ વધશે સાથે સાથે આવા જઘન્ય ગુનાના વ્યક્તિગત આરોપીની ઓળખને પણ કાળી ટીલી લાગશે તેમ જણાવતાં બેન્ચે ઉમેર્યું હતું કે સુપ્રીમ પાસે સમય છે.
જોકે તેની સાથે સાથે સુપ્રીમે વારંવાર જોગવાઈઓના દુરુપયોગ સામે ચેતવણી આપી છે અને લગ્ન કરવાના દરેક વચન ભંગને ખોટા વચન તરીકે ગણવા અને બળાત્કારના ગુના માટે વ્યક્તિ પર કેસ ચલાવવાને “મૂર્ખતા” ગણાવી છે.
સતારામાં એક મહિલાએ કરેલી ફરિયાદ પર સુનાવણી કરતાં કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જોકે આ કેસમાં મહિલાએ કબૂલાત કરી હતી કે તેમને અનેક વખત વાત કરી છે અને પ્રેમમાં પડ્યા હતા.SS1MS