હોરર ફિલ્મથી ડેબ્યુ કરી શકી ન હોત: અદા શર્મા

મુંબઈ, બોલિવૂડમાં નેપોટીઝમ અને ફિલ્મ પરિવારમાંથી આવતા ફાયદે-ગેરફાયદા અંગે વારંવાર ચર્ચાઓ થતી જ રહે છે. ત્યારે અદા શર્માએ હવે આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં છે. અદાએ અનોખો દૃષ્ટિકોણ રજૂ કરતાં કહ્યું, “જો હું ફિલ્મ પરિવારમાંથી આવતી હોત તો એમણે મને લોંચ કરવા માટે કોઈ પરફેક્ટ ફિલ્મની રાહ જોઈ હોત.
મારી ફિલ્મ ફેમિલીએ મને હોરર ફિલ્મ ન કરવા દિધી હોત. કાળા દાંત અને વળગાડ સાથે ફિલ્મ કૅરીઅરની શરૂઆત કોણ કરે? મારામાં કોઈ જાણીતી હસ્તીનું ડીએનએ હોત તો મારી પાસે કોઈ રમેન્ટિક ફિલ્મ કરવાનો વિકલ્પ હોત. પરંતુ મારી પાસે એવી કોઈ તક નહોતી. મેં ૧૯૨૦થી કૅરીઅરની શરૂઆત કરેલી અને હું મારી જાતને તેના માટે નસીબદાર માનું છું.
મેં જ્યારે પણ કંઈ વિચિત્ર કર્યું ત્યારે દર્શકોએ મને સ્વીકારી છે અને તેથી જ કદાચ ફિલ્મ મેકર્સમાં પણ મને અલગ અલગ રોલમાં કાસ્ટ કરવાની હિંમત કરી શક્યા છે.”અદા હવે આવનારી ફિલ્મમાં એક દેવીનો રોલ કરવાની છે. તેના માટે કોઈ પણ પાત્રને વાસ્તવિક અને વિશ્વાસપાત્ર બનાવવું એ જ સફળતાની વ્યાખ્યા છે.
તેણે કમાન્ડો ળેન્ચાઇઝીની ફિલ્મમાં એક્શન પણ કરી છે. છેલ્લે તેણે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ કરી હતી. અદાએ કહ્યું, “કેરાલા સ્ટોરી જોતી વખતે લોકોએ એવું ન કહ્યું, ઓહ, આને તો એક્શન પણ આવડે છે, એ ગુંડાઓને મારતી કેમ નથી? લોકોએ સનફ્લાવરની બીજી સીઝનમાં એક બાર ડાન્સર, રોઝી તરીકે પણ મારા વખાણ કર્યા છે અને બસ્તરઃધ નક્સલ સ્ટોરીમાં આઈપીએસ ઓફિસર તરીકે પણ મારા વખાણ થયા છે. હું નસીબદાર છું કે મારી કૅરીએર જેવી છે એવી ચાલી છે.”SS1MS