ભારતની નંદિની ગુપ્તા મિસ વર્લ્ડ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

મુંબઈ, હૈદરાબાદમાં આ વર્ષની મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં ભારતમાંથી મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતીને આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ત્યારે હવે નંદિની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
તેના માટે તે ટોપ મોડેલ રાઉન્ડમાં એશિયા એન્ડ ઓશેનિયા રીજનમાંથી વિજેતા બની ગઈ હતી. આ રાઉન્ડ જીત્યા પછી તે મિસ વર્લ્ડના તાજથી વધુ એક કદમ નજીક પહોંચી ગઈ છે. હૈદરાબાદની હોટેલ ટ્રાઇડન્ટમાં ટોપ મોડેલ ચેલેન્જનો રાઉન્ડ યોજાયો હતો.
૭૨મી મિસ વર્લ્ડ સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ ૩૧ મે, ૨૦૨૫ના રોજ હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાવાનો છે.આ સ્પર્ધામાં વિવિધ દેશોની ૧૦૮ સુંદરીઓ ભાગ લઈ રહી છે. ટોપ મોડેલ રાઉન્ડમાં તેમણે પોતાના દેશની સ્ટાઇલસ એલિગન્સ અને કલ્ચર રજુ કર્યાં હતાં.
આ રાઉન્ડમાં ચાર અલગ અલગ ખંડની વિજેતા જાહેર કરવામાં આવી હતી, યુરોપમાંથી આયર્લેન્ડની જેસ્મિન જેરાર્ડ, આળિકામાંથી નામિબિઆની સેલ્મા કામાન્યા, અમેરિકા અને કેરેબિયન ખંડમાંથી માર્ટિનિકની ઓરેલી જોશીમ તેમજ એશિયા એન્ડ ઓશેનિયા ખંડમાંથી ભારતની નંદિની ગુપ્તા વિજેતા રહી હતી. આ બધાં જ વિજેતાઓ હવે મિસ વર્લ્ડ ૨૦૨૫ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે.
આ રાઉન્ડમાં બધી જ કન્ટેસ્ટન્ટે તેમનાં વ્યક્તિત્વ અને તેમના દેશની સંસ્કૃતિ સાથે ખાસ કારણ દર્શાવી શકે એ પ્રકારના ડિઝાઇનર ડ્રેસ પહેર્યાં હતાં. તેમાં નંદિની ગુપ્તાએ ભારત દેશની ફેશન, સુંદરતા અને સંસ્કૃતિ દર્શાવતો સુંદર ડ્રેસ પહેર્યાે હતો.
આ અંગે તેને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું, “આ ડ્રેસ દુનિયામાં ખીલી રહેલાં ફુલો અને સુંદરતા દર્શાવે છે, જે રોહિત બલના કાયનાત કલેક્શનનો છેલ્લો ડ્રેસ છે.તાજેતરમાં જ તેમનું નિધન થયું અને તેઓ ભારતીય ફેશનની દુનિયામાં ન ભરી શકાય એવો એક ખાલીપો છોડીને ગયા છે, તેથી આ મારા તરફથી તેમને એક ટ્રિબ્યુટ છે.”
જ્યારે ભારતમાં યોજાઈ રહેલા મિસ વર્લ્ડ વિશે તેણે કહ્યું, “હું ખુશ છું કે ભારતમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને વિશ્વની સુંદરીઓ ભારતીય સંસ્કૃતિને અને તેના રંગોને માણી રહી છે અને અનુભવી રહી છે.
થોડાં દિવસોમાં આ સ્પર્ધા પુરી થઈ જશે, પરિણામ જે આવે તે પરંતુ અમે જે અનુભવો અને યાદો મેળવ્યા છે, તે અમે આવનારી પેઢીઓને આજીવન ખુશીથી યાદ કરીને કહેતાં રહીશું.”SS1MS