મારી ફિલ્મ-કામને કચરો કહેનારા કોઈ વાંધો નથીઃ રાધિકા આપ્ટે

મુંબઈ, રાધિકા આપ્ટેએ છેલ્લે ‘સિસ્ટર મિડનાઇટ’ ફિલ્મ કરી છે, ત્યારે તેણે પોતાની ફિલ્મની પસંદગી અને ફિલ્મ અંગેના નિર્ણયો બાબતે તેના સિદ્ધાંતો અને વિચારો વિશે વગતે વાત કરી છે.
તેણે આ બાબતે જીવનમાં શિસ્તના મહત્વ અને કોઈ અતાર્કિક વાત પર ધ્યાન ન આપવા વિશે પણ કરી હતી અને તે ટીકા સ્વીકારવા બાબતે કેટલી સહજ છે, તે અંગે પણ વાત કરી હતી. પોતાના નિર્ણયો બાબતે અને કારકિર્દીમાં વિકલ્પો અંગે વાત કરતા રાધિકાએ કહ્યું, “મને જે વાત ગળે ન ઉતરે એ કામ હું કરતી નથી. હું હંમેશા અઘરી રહી છું. એવી જે દરેક બાબતે બળવો અને વિરોધ કરે.
તેથી સામાન્ય કે રુઢિગત રીતે એવું થઈ જાય છે કે, “તારે આવું જ કરવાનું છે?” હા, કારણ કે મને એ સમજાતું નથી. એમને લાગે છે, “હું કોઈ બાબત જે છે તેમ જ ન સ્વીકારી શકું?” ના. એવું ન થાય. આ રીતે તેના માટે સતત લડતા રહેવામાં તમે થાકી જાઓ છો.”જ્યારે ટીકાનો સામનો કરવા બાબતે રાધિકાએ કહ્યું, “આપણે એ વાતને સહજ કરવાની જરૂર છે.
મને નિષ્ફળતાનો ડર બિલકુલ લાગતો નથી. મને એ વાતનો ડર નથી કે લોકો મને કહેશે કે તારી ફિલ્મ સાવ કચરો છે, કે મારું કામ સાવ વાહિયાત છે. ઠીક છે. આ સમગ્ર સફરનો એક ભાગ છે. એક કલાકાર તરીકે તમે દર વખતે નિષ્ફળ હોઈ શકો છો. આપણે એ સહજતાથી લેવાની જરૂર છે. આપણે સફળ જઈએ એનાં કરતાં નિષ્ફળ વધુ જતાં હોઈએ છીએ.”
આ વાત એક્ટિંગની કારકિર્દીમાં અનિશ્ચિતતાઓ સામે ટકી રહેવાની તેની સહજ આદત દર્શાવે છે.ભારતમાં ટૂંક સમયમાં રજૂ થનારી તેની ફિલ્મ ‘સિસ્ટર મિડનાઇટ’થી કરન રંધારી ડિરેક્શનમાં ડેબ્યુ કરશે. તેમાં રાધિકા ઉમાના રોલમાં જોવા મળશે, જે મુંબઇના એક નાના વિસ્તારમાં લગ્ન જીવનના પડકારો સામે ટકી રહેવા મથે છે.
આ ફિલ્મમાં અશોક પાઠક, છાયા કદમ, સ્મિતા તાંબે અને નવ્યા સાવંત પણ છે. આ ફિલ્મ આ વર્ષના બાફ્ટા એવોર્ડમાં બ્રિટિશ ડેબ્યુ તરીકે નોમિનેટ થઈ હતી. ૭૭મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેની ઘણી ચર્ચા થઈ હતી. જ્યાં તેને ગોલ્ડન કેમેરા એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું.SS1MS