ધર્મેન્દ્ર અને અગત્સ્યની ‘ઇક્કિસ’ ગાંધી જયંતિ પર રિલીઝ થશે

મુંબઈ, અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય નંદા મોટા પડદે એક નોંધપાત્ર ફિલ્મ સાથે એન્ટ્રી કરી રહ્યો છે. થ્રિલર ફિલ્મ માટે જાણીતા ડિરેક્ટર શ્રીરામ રાઘવન ‘ઇક્કિસ’ ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં તેની સાથે ધર્મેન્દ્ર અને જયદીપ આઈાવત પણ છે.
આ એક વાર ડ્રામા ફિલ્મ છે, જે ૧૯૭૧ના યુદ્ધમાં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં શહિદ થનારા અરુણ ખેતરપાલના જીવન પર આધારીત છે.ફિલ્મની ટીમ દ્વારા સોમવારે ટીઝર લોંચ કરીને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી.
આ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ જીવનનું બલિદાન આપનારા વીર અરુણ ખેતરપાલના જીવન પર આધારીત છે, જેઓ દેશના સૌથી નાની ઉંમરના પરમ વીર ચક્ર પ્રાપ્ત કરનાર સૈનિક હતા.
આ ફિલ્મમાં ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારીત છે. જેવું આ ટીઝર લોંચ થયું કે અગત્સ્યની કહેવાતી ગર્લ ળેન્ડ સુહના ખાને પણ ટીઝર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરીને સ્માઇલ અને હાર્ટના ઇમોજી પણ મુક્યા હતા.
અગાઉ એક ઇન્ટરવ્યુમાં રાઘવને જણાવ્યું હતું, “આ એક એવી સ્ટોરી છે, જે મને સ્પર્ષી ગઈ અને મને ગમી ગઈ. ફિલ્મના ઘણા ભાગ ઘણા ભાવુક કરે એવા પણ છે. આ ફિલ્મમાં યુદ્ધના દૃશ્યો પણ છે, જે શબ્દસઃ દર્શાવાયા છે.
આશા છે કે અમે કશુંક અલગ કરવાની કોશિષ કરી છે. આ એક યુદ્ધ પરની ફિલ્મ છે અને તેમાં ડ્રામા પણ છે. હું જે પ્રકારની ફિલ્મ બનાવું છું એના કરતાં આ ફિલ્મ ઘણી અલગ છે અને મારે એવું કરવું હતું.
જેથી હું ભવિષ્યમા જ્યારે કોઈ થ્રિલર ફિલ્મ બનાવું ત્યારે તેમાં તાજગી રહે. તેમજ તેમાં આગળની ફિલ્મની કોઈ અસર પણ ન રહે.”‘ઇક્કિસ’ અગત્સ્યની બીજી ફિલ્મ હશે, તેણે ૨૦૨૩માં ઓટીટી પર ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ’થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં તેની સાથે ખુશી કપૂર અને સુહાના ખાન પણ હતાં.SS1MS