ભાવનગર ખાતે લોહાણા જ્ઞાતિના વિધાર્થીઓ માટે લોહાણા સમાજ દ્વારા ચોપડા વિતરણ કરાયું

લોહાણા સમાજ ભાવનગર દ્વારા લોહાણા મહાપરિષદ ઝોન-4 અને શ્રી ખીમજી ભગવાનદાસ ચેરી. ટ્રસ્ટ ના માર્ગદર્શન તથા સહકાર થી અને દાતા પરિવાર ના સહયોગ થી લોહાણા જ્ઞાતિ ના દરેક બાળકો માટે રાહતદરે ચોપડા વિતરણનો કાર્યક્રમ તા-23 /5/ 25 ને શુક્રવારે લોહાણા વિધાર્થી ભવન,પિલગાર્ડન પાસે, ભાવનગર ખાતે યોજવામા આવ્યો હતો.
જેમાં મોટી સંખ્યા માં લોહાણા જ્ઞાતિ ના બાળકો ને રાહતદરે ચોપડા આપવા માં આવ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત માં માતા સરસ્વતી અને જલારામ બાપા નું પૂજન અને દીપ પ્રાગટય કરી ને કરવા માં આવી હતી લોહાણા જ્ઞાતિ ના બાળકો એ બહોળી સંખ્યા મા લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં સૌ લોહાણા સમાજ ના અગ્રણીઓ અને પરિવારો જોડાયા હતા.આ ચોપડા વિતરણ લોહાણા સમાજ ભાવનગર, સ્વ.પ્રીતમલાલ ત્રમ્બકલાલ વસાણી પરિવાર, સ્વ.જયંતકુમાર ગિરધરલાલ વસાણી પરિવાર, શ્રી.ભુપતભાઇ પજવાણી પરિવાર, શ્રી.ધર્મેશભાઈ હરિયાણી(સીએ) પરિવાર, શ્રી.નવીનભાઈ વસાણી પરિવાર નો સહકાર સાંપડ્યો છે, તથા માર્ગદર્શન-સહયોગ ,શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4 અને શ્રી ખીમજી ભગવાનદાસ ચેરી.ટ્રસ્ટ નો રહ્યો છે.
આ કાર્યક્રમમાં જ્ઞાતિ ના વડીલો, દાતાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે વિધાર્થીઓ ને શુભેચ્છાઓ આપી હતી.
લોહાણા જ્ઞાતિ ના ભાવનગર, અમરેલી અને બોટાદ ના મળી કુલ 20 ગામ ના લોહાણા મહાજનો માં ચોપડા વિતરણ માં અંદાજે 2000 કરતા વધુ વિધાર્થીઓ ને ચોપડા નો લાભ આપવામાં આવશે. કુલ 50,000 ચોપડા નું વિતરણ લોહાણા સમાજ દ્વારા કરવા માં આવનાર છે જે તબક્કા વાર વિતરણ કાર્યક્રમો કરવામાં આવશે.