આકાશ એજ્યુકેશનલ સર્વિસે વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ

- નવી ગુજરાતી YouTube ચેનલ (https://www.youtube.com/@aakashinstitutegujarati) NEET અને JEE વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાનું અભ્યાસન અનુભવ પ્રદાન કરશે
- ધોરણ 8 થી 12 માટે ગુજરાતી ભાષામાં વ્યાપક વિડિઓ પાઠ્યક્રમો ઉપલબ્ધ રહેશે
અમદાવાદ, 27 મે, 2024: દેશના અગ્રણી પરીક્ષા પૂર્વ તૈયારી પ્રદાતા, આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ ગુજરાતમાં પોતાના વિકાસનો વિસ્તારો કર્યો છે, અને ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ ગુજરાતી ભાષામાં YouTube ચેનલ લોન્ચ કરી છે, જે NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાયક સાબિત થશે. Aakash Educational Services Limited (AESL) Expands Reach in Gujarat with Launch of an Exclusive Gujarati YouTube Channel for NEET and JEE Aspirants
આ નવા પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓને તેમના માતૃભાષામાં જ ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સામગ્રીનો પ્રવેશ મળે છે, જે મુશ્કેલ વિષયો અને કલ્પનાઓને સરળતાથી સમજી શકાય એવા રૂપમાં રજૂ કરે છે. Gujarati માં વિડિઓ પાઠ્યક્રમો દ્વારા Physics, Chemistry, Mathematics, Zoology અને Botany જેવા વિષયોના મહત્વપૂર્ણ ટોપિક્સનું પુનરાવર્તન કરવું વધુ સરળ બને છે.
NEET અને JEE જેવા રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ચેનલ ખાસ બનાવવામાં આવી છે, જેથી તેઓ ભૌગોલિક સ્થાન કે ભાષા જેવી અડચણોને લીધે પાછળ ન રહી જાય.
આ પહેલ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં શ્રી દીપક મહેોત્રા, મેનેજિંગ ડિરેક્ટર અને CEO, AESLએ કહ્યું, “અમે માનીએ છીએ કે ભાષા ક્યારેય શિક્ષણમાં અવરોધ ન બનવી જોઈએ. અમારી નવી ગુજરાતી YouTube ચેનલ દ્વારા અમે ગુજરાતના વિદ્યાર્થીઓને એક સુલભ અને અસરકારક પ્લેટફોર્મ આપી રહ્યાં છીએ, જે તેમને મુખ્ય વિષયોમાં સમજ ઊંડી કરવાની તક આપે છે. આ સ્રોત NEET અને JEE જેવી કઠિન પરીક્ષાની તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે રચાયેલ છે.”
ડૉ. એચ.આર. રાવ, ચીફ એકેડેમિક એન્ડ બિઝનેસ હેડ, AESLએ ઉમેર્યું કે, “આ ગુજરાતી YouTube ચેનલ NEET અને JEE માટે વિષયપ્રધાન, ગુણવત્તાસભર પાઠ્યક્રમ આપે છે. ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે Physics, Chemistry અને Mathematics જેવા જટિલ વિષયો પણ સરળ બની જાય છે.
આ પ્લેટફોર્મ શૈક્ષણિક વિડિઓઝ ઉપરાંત પરીક્ષાને ધ્યાનમાં રાખી તૈયાર કરેલ સ્ટ્રેટેજી, ટોપર્સના પૉડકાસ્ટ અને પ્રેરણાદાયક સત્રો પણ આપે છે. આ તમામ સામગ્રી મફતમાં ઉપલબ્ધ છે, જેથી પરંપરાગત કોચિંગની ઉપલબ્ધિ ન હોય તેવી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે.”