લગ્નના સંસ્કારની ઝાંખી કરાવતો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, અમદાવાદમાં સૌ પ્રથમવાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ (રાજ્ય કક્ષા) માતૃ સંસ્થા મહિલા પાંખ દ્વારા હિન્દુ સંસ્કૃતિના લગ્ન સંસ્કારની આદર્શ ઝાંખીનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મહિલા પાંખના પદાધિકારીઓ, મહિલા આગેવાનો ઉપરાંત, ભાજપના નેતાઓ અમિત ઠાકર, ભાવનાબહેન દવે સહિતના મહાનુભાવો ખાસ ઉપÂસ્થત રહ્યા હતા.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ (રાજ્ય કક્ષા) માતૃ સંસ્થા મહિલા પાંખ દ્વારા હિન્દુ સંસ્કૃતિના લગ્ન સંસ્કારની આદર્શ ઝાંખીનું કામનાથ મહાદેવ હોલ, નવરંગપુરા ખાતે સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન પ્રસંગમાં આકર્ષણોમાં મુખ્ય માંગલિક પ્રસંગોની શાસ્ત્રોક્ત વિધિ, રૈવાજિક પ્રસંગોની પારંપરિક ક્રિયા, લગ્ન સંસ્કાર પ્રસંગના પૂરક પ્રસંગોની સમજ, આદર્શ લગ્ન વિધિ, લગ્ન ગીત અને ફટાણાની સ્પર્ધા, પુરસ્કાર વિતરણ કાર્યક્રમ, મહાનુભાવોનું સન્માન અને આ સાથે કાર્યક્રમના અંતમાં ૧૬ સંસ્કાર અને લગ્ન ગીત અને વિધિ આવરતુ પુસ્તકનું વિમોચન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમો થકી આપણી પરંપરાગત અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતો અને આજની યુવાપેઢીને તે અંગે જાગૃતિ ફેલાવતો સંદેશો પણ ફેલાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તેમજ જાણીતા મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન ભાજપના નેતાઓએ પણ ખાસ હાજરી આપી હતી, જે નોંધનીય બની રહી હતી.