કોરોના વાયરસને લઈ આરોગ્ય વિભાગ સાવધાન
અમદાવાદ: ચીન સહિત જુદા જુદા દેશોમાં ભારે હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે પણ કમસ કસી લીધી છે. જેના ભાગરૂપે અમદાવાદ, વડોદરાની સિવીલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના કમિશ્નર ડાp. જયતી રવિએ અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં જઈને માહિતી મેળવી છે. ચીનથી આવનાર વિદ્યાર્થીઓ અને વેપારીઓની તપાસ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયાથી આવનાર ગુજરાતી લોકોની તપાસ વધુ તીવ્ર કરી દેવામાં આવી છે.
કોઈ પણ શંકાસ્પદ મામલા મળવાની સ્થિતિમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં માહિતી આપવાની રહેશે. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગને જાણકારી આપવાની રહેશે. ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસના કોઈ કેસ નોંધાયા નથી પરંતુ દહેશત અકબંધ છે સાથે સાથે સરકાર અને આરોગ્ય તંત્ર હાઈએલર્ટ પર છે. ચીનમાં હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ચીનથી આવતા ભારતીયો પર પણ નજર રાખવામાં આવી રહી છે અને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ત્યારે કોરોના વાઈરસને લઈને હવે રાજય સરકાર અને સમગ્ર આરોગ્ય તંત્ર હાઇએલર્ટ પર છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વાઇરસની અસર પામેલા દર્દીઓ માટે અલગ પ્રકારે આઇસોલેશન વોર્ડ અને સારવાર સંબંધી તમામ તૈયારીઓ કરી રખાઇ છે. કોરોના વાઇસરની ભીતિને લઇ અમદાવાદનું આરોગ્ય તંત્ર પણ હાલ એલર્ટમાં આવી ગયું છે. વડોદરા સહિત રાજયની અન્ય સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસથી અસર પામેલા દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઉભી કરાયા બાદ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ચીનથી આવતા તમામ લોકોને આ આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવશે.
સાથે જ ચીનથી પરત ફરેલા તમામ લોકોનું એરપોર્ટ પર જ જરૂરી મેડિકલ ચેક એપ પણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડમાં ડોક્ટર, નર્સ સહિત લેબોટરી વિભાગના સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચીનનાં વુહાનમાં જ કોરોના વાઇરસ સૌથી વધુ ફેલાયો છે અને તેને આ વાઇરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. વિદેશ મંત્રાલય દ્વારા ચીનના સત્તાધીશો સમક્ષ વુહાન શહેરમાં ફસાયેલા ૨૫૦ ભારતીયોને પરત મોકલવાની વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી છે.
ફસાયેલામાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. વુહાન સહીત ૧૨ શહેરોને ચીન પ્રશાસને સંપૂર્ણપણે સીલ કરી દીધા છે, આ શહેરોમા વાઇરસનો ભય વધુ છે. બીજીબાજુ, ગુજરાતમાં પણ આ વાઇરસની અસર ફેલાય નહી અને તેના કારણે લોકોમાં પેનીક ના સર્જાય તે માટે રાજય સરકાર અને આરોગ્ય વિભાગ તમામ વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર કરવા જાતરાયા છે.