સુપ્રીમે નિર્ભયા કેસના દોષી મુકેશની દયા અરજીને પડકારતી પિટીશન ફગાવી
નવીદિલ્હી: નિર્ભયા કેસના ચારેય આરોપીઓ ફાંસીથી બચવા માટે રોજ કોઈ નવા નુસખા અપનાવી રહ્યા છે. જોકે બુધવારે સુપ્રીમ કોર્ટે દયા અરજી નકારવામાં આવ્યા પછી દોષી મુકેશ સિંહે ન્યાયિક સમીક્ષા માંગતી જે અરજી કરી હતી તે ફગાવી દીધી છે. હવે મુકેશ સિંહ પાસે ફાંસીમાંથી રાહત મેળવવાના કોઈ વિકલ્પ બચ્યા નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ખુદને સંતુષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિની પાસે મોકલેલ તમામ દસ્તાવોને જાયા ગૃહ મંત્રાલયે તમામ દસ્ચાવેજા મોકલ્યા હતાં મુકેશની અરજીમાં કોઇ મેરિટ નથી જેલમાં પરેશાન દયા માટે કોઇ આધાર નથી ત્યારબાદ મુકેશની અરજીને રદ કરી દેવામાં આવી હતી. આ ચુકાદા બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે હવે મને આશા છે કે પુરો ન્યાય મળશે આરોપીઓ કાયદાનો દુરૂપયોગ કરી રહ્યાં છે.
રામનાથ કોવિંદે ૧૭ જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ફગાવી હતી. મુકેશે શનિવારે તેની ન્યાયિક સમીક્ષાની માંગણી કરી હતી. દોષી અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે. ટ્રાયલ કોર્ટે બીજી વાર દોષિતો માટે ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય દોષિતોને ૧ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે.
જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે મંગળવારે મુકેશની અરજી પર સુનાવણી કરી હતી. આ તથ્યોને રાષ્ટ્રપતિ સામે રજૂ કરવામાં આવ્યા નથી. દયા અરજીને બહારના વિચારોને આધારે નકારવામાં આવી છે.