ભારત બંધને મિશ્ર પ્રતિસાદ : ઠેરઠેર દેખાવો
નવીદિલ્હી: નાગરિક સુધારા કાનુનની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી છે. આજે બંધને હાકલ કરવામાં આવી હતી. બંધને સફળતા મળી ન હતી પરંતુ કેટલીક જગ્યાઓએ હિંસક દેખાવો કરાયા હતા. દેશભરમાં જુદી જુદી જગ્યાઓએ પ્રદર્શન થયા હતા. બંગાળના મુર્શિદાબાદમાં પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી ઉડી હતી. પ્રદર્શન દરમિયાન દેશી બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. ગોળીબાર પણ થયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે, ટીએમસીના તોફાની તત્વો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. જેથી લોકોના મોત થયા છે. ભારતીય નાગરિક મંચ તરફથી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન દેશના કેટલાક ભાગોમાં હિંસા થઈ હતી.
પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, નાગરિક સુધારા કાનુનને લઈને બે જુથો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ હિંસાના સ્વરૂપમાં ફેરવાતા તોફાની તત્વો મેદાનમાં આવી ગયા હતા. ઘાયલ લોકો પૈકીને મુર્શિદાબાદની હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીએએને લઈને દેશના જુદા જુદા ભોગમાં વિરોધ પ્રદર્શન વચ્ચે મુર્શિદાબાદમાં હિંસા ભડકી ઉઠી હતી. બંધના એલાનને કોઈ મોટી સફળતા મળી નથી.
ગુજરાત સહિતના રાજ્યોમાં બંધની કોઈ અસર દેખાઈ ન હતી. લોકો બંધમાં જાડાયા ન હતા. જનજીવન પણ રાબેતામુજબ રહ્યું હતું. પશ્વિમ બંગાળમાં સરકાર દ્વારા પણ સીએએનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન હજુ જારી રહે તેવી શક્યતા છે. કોંગ્રેસ દ્વારા પણ સીએએને લઈને દેખાવો કરાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં બંધની કોઈ અસર રહી ન હતી.
ગુજરાતમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી હતી. રાજયના મોટાભાગના જિલ્લા અને વિસ્તારોમાં બંધનું એલાન મહ્દઅંશે નિષ્ફળ રહ્યું હતું. લોકોએ સ્વૈચ્છિક રીતે જ બંધમાં જાડાવાનું ટાળ્યું હતું, જે સીધી રીતે સીએએએ અને એનઆરસીને સમર્થન દર્શાવતુ હતું. આજે સુરતમાં બંધના મુદ્દે લિંબાયત વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જ્યારે વડોદરામાં દુકાનો બંધ કરવા નીકળેલા ટોળાને પોલીસે વિખેરી નાખી ચાર લોકોની અટકાયત કરી હતી.
તો, અમદાવાદ અને રાજકોટમાં બંધની કોઇ ખાસ અસર વર્તાઇ ન હતી. અમદાવાદમાં જમાલપુર, ખાનપુર, ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં દેખાવો, રેલી અને વિરોધ પ્રદર્શન યોજી સીએએ-એનઆરસીનો વિરોધ કર્યો હતો. રાજયમાં ખાસ કરીને કેટલાક મુÂસ્લમ વિસ્તારોમાં જ બંધની અસર અને એ પણ નહીવત્ અસર જાવા મળી હતી.
સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. દરમ્યાન લીંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જા કે, પોલીસ દ્વારા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરા શહેરના નવાયાર્ડ ફૂલવાડી વિસ્તારમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને લોકોને બંધમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
જમીયતે ઉલ્માએ હિંદ સંસ્થા દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા બંધના એલાનને પગલે ભરૂચમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં પણ બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. વડોદરામાં કેટલીક દુકાનો બંધ રહી હતી, ત્યારે પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.