ઇનવેસ્ટમેન્ટ પ્લાનની ઓફર આવતી હોય તો બચીને રહેજો-SBIએ આપી ચેતવણી

(એજન્સી)નવી દિલ્હી, સ્કેમર્સ હાલમાં લોકોને છેતરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામનો ઉપયોગ કરી રહ્યાં છે, જેના કારણે એસબીઆઈ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. એસબીઆઈ ના નામથી અનેકવાર છેતરપિંડી થયેલી છે, તેથી સમય-સમયે બેન્ક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે.
હાલમાં જીમ્ૈં દ્વારા ફરી લોકોને જાગૃત કરવામાં આવ્યું છે, કારણ કે તેમના નામનો ઉપયોગ કરીને માર્કેટમાં ઇનવેસ્ટમેન્ટ પ્લાન દ્વારા છેતરપિંડી થઈ રહી છે. છેતરપિંડી કરનારાઓ જીમ્ૈંના નામ અને લોગોનો ઉપયોગ કરીને ખોટી પ્રોફાઇલ બનાવી રહ્યા છે.
આ પ્રોફાઇલ દ્વારા લોકોને ઇનવેસ્ટમેન્ટની ટિપ્સ આપવામાં આવી રહી છે, જેની મદદથી ચોક્કસ ફંડમાં રોકાણ કરવાથી મોટું રિટર્ન મેળવવાની વાત કરવામાં આવે છે.
આ ખોટી પ્રોફાઇલ દ્વારા એડ્વરટાઇઝમેન્ટ કરવામાં આવે છે અને વોટ્સએપ ગ્રુપ માટે પણ ઇનવાઇટ મોકલાય છે. એસબીઆઈ એ ચેતવણી આપી છેઃ ‘છેતરપિંડી માટે કેટલીક ખોટી એડ્સ આપવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવે છે કે આ તક ચૂકી ન જાવ, વોટ્સએપ ગ્રુપને ફ્રીમાં જોઈન કરો અને સાત દિવસમાં પૈસા ડબલ કરો.’
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી છેતરપિંડી અંગે એસબીઆઈ એ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની સ્ટોક અથવા માર્કેટ ટિપ્સ આપતા નથી, જે ઓછા સમયમાં ઉંચું રિટર્ન આપી શકે. એસબીઆઈ દ્વારા વધુમાં જણાવાયું છેઃ ‘એસબીઆઈ પાસે આવા કોઈ પણ ટિપ્સ નથી, અને અમે કોઈપણ વ્યક્તિ કે કંપનીને આવી ટિપ્સ આપવા માટે નિમણૂક કરી નથી.’