Western Times News

Gujarati News

દિલ્હીમાંથી ૫૦૦ કિલો ગાંજાની દાણચોરીનો માસ્ટરમાઇન્ડ ૬ વર્ષ પછી પકડાયો

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ડ્રગ્સ સામેના તેના ઝીરો ટોલરન્સ અભિયાન અને ‘નશા મુક્ત ભારત અભિયાન’ હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે હરિયાણાના નુહ જિલ્લાના પિંગવાન ગામમાંથી કુખ્યાત ગાંજાના દાણચોર જમીલ અહેમદની ધરપકડ કરી છે.

આ મામલો વર્ષ ૨૦૧૯નો છે, જ્યારે પોલીસે દિલ્હીના કાશ્મીરી ગેટ સ્થિત મેટકાફ બસ સ્ટેન્ડ પર એક ટ્રકમાંથી ૫૦૦ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આ દરમિયાન ત્રણ લોકોની અસલમ ખાન, મૌસમ ખાન (રહે. નૂહ, હરિયાણા) અને જકમ ખાન (રહે. અલવર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું કે તે બધાને જમીલ અહેમદે ગાંજો લાવવા માટે ઓડિશા મોકલ્યા હતા.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગાંજો ઓડિશાથી ખરીદ્યો હતો અને જમીલ આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર છે. તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે ફરાર રહ્યો હતો. કોર્ટે તેના આગોતરા જામીન પણ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ કેસમાં તેની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે જેથી સમગ્ર નેટવર્કનો ખુલાસો થઈ શકે.

વર્ષ ૨૦૨૫ માં, આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના છદ્ગ્‌હ્લ યુનિટને સોંપવામાં આવી હતી. સતત મહેનત અને ગુપ્ત માહિતીના આધારે, ટીમે આખરે ૮ મે ૨૦૨૫ ના રોજ જમીલ અહેમદને તેના ગામ પિંગવાનથી ધરપકડ કરી. ધરપકડથી બચવા માટે, તે મુંબઈમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતો હતો અને વારંવાર મોબાઇલ નંબર બદલતો રહેતો હતો.

પૂછપરછ દરમિયાન, જમીલે જણાવ્યું કે તેણે ઓડિશાના ગેબ્રિયલ અને પોલ નામના બે દાણચોરો પાસેથી ગાંજો ખરીદ્યો હતો. ટીમ ઓડિશાના ગજપતિ જિલ્લાના ટિકમાલા ગામમાં પહોંચી, જ્યાં જાણવા મળ્યું કે ગેબ્રિયલ એક મોટો ડ્રગ સ્મગલર છે જે પહાડી વિસ્તારોમાં ગાંજાની ખેતી કરે છે. ૧૭ કરોડ રૂપિયાના ગાંજાની ખેતીના કેસમાં તેની વર્ષ ૨૦૨૦ માં ધરપકડ કરવામાં આવી હતી અને તેની શોધ હજુ પણ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.