Western Times News

Gujarati News

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ખેડા જિલ્લામાં પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહીં

AI Image

(પ્રતિનિધિ) નડિયાદ, પહેલા દિવસે સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવા માટે લોકો કામે લાગે છે પરંતુ આ વખતે એક પણ ઉમેદવારોએ પહેલા દિવસે ઉમેદવારી નોંધાવી નથી.

ખેડા જિલ્લાની ૯૧ ગામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ૧૮૨ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી મળી કુલ ૨૭૩ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આજે આ ગામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો જો કે આજે કોઈએ ઉમેદવારી ના નોંધાવતા પંચાયતની ચૂંટણીમાં ખાતું ખુલ્યું નથી જોકે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરાય તેવી શક્યતા છે.

ખેડા જિલ્લાની ૯૧ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૮૨ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી ૨૨ જુનના રોજ યોજાવાની છે. આ તમામ ગામડાઓમાં રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. સરપંચ બનવા ઇચ્છુક ઉમેદવારો કાવદાવાના પેચ લડાવી રહ્યા છે. તંત્ર દ્વારા ગતરોજ ચૂંટણીની જાહેરાત થતાંની સાથે આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે?.જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

જેમાં આ તમામ ગ્રામ પંચાયતોમાં ૧૦૩ સરપંચોની બેઠક છે. ૧૧૧૦ વોર્ડ સભ્ય સંખ્યા છે, ૫૨૪ મતદાન મથકો, ૭૮૬ મતપેટીઓનો ઉપયોગ થનાર છે. આ સાથે ૩૮ ચૂંટણી અધિકારી, ૩૮ મદદનીશ ચૂંટણી અધિકારી, ૨૮૭૫ પોલિંગ સ્ટાફ, ૭૮૧ પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહેશે. આ તમામ ગ્રામ પંચાયતોમાં કુલ ૪,૦૬૧૮૨ મતદારો ભાઈ-બહેનો નોધાયેલા છે. જેમાં ૧,૯૯,૮૦૩ સ્ત્રી મતદારો અને ૨,૦૬૩૭૯ પુરૂષ મતદારો છે.

આજે આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો પથમ દિવસ હતો પરંતુ ૧૮૨ ગ્રામ પંચાયતમાંથી કોઈ ગામ પંચાયતમાં એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.