અમદાવાદ મ્યુ.કમિશ્નરે કાયદેસર દુકાનો સીલ કરાવી
બાંધકામના પ્લાન સાથે જ ૩૮ દુકાનો મંજૂર કરવામાં આવી હતી. તેમજ તમામ દુકાનોને બીયુ પરમિશન પણ છે
અમદાવાદ: અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વહીવટ અંધેરી નગરી ગંડુ રાજા કહેવતની યાદ અપાવી રહ્યો છે શહેરમાં બે રોક ટોક બની રહેલા અથવા બની ગયેલા ગેરકાયદેસર બાંધકામો સામે કોઈ જ કાર્યવાહીજ કરવામાં આવતી નથી, જ્યારે કેટલાક સ્થળે કાયદેસર બાંધકામો સામે ખોટી કાર્યવાહી થાય છે. શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં આ પ્રકારનું ઉદાહરણ જાવા મળે છે
જેમાં મ્યુ કમિશ્નરેજ કાયદેસર મિલકતો સીલ કરાવી છે તેમજ જવાબદાર અધીકારીઓ સામે ખાતાકીય રાહે કાર્યવાહી કરવા આદેશ પણ કર્યો છે આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મ્યુ કમિશ્નર બુધવારે સવારે દક્ષિણ પશ્ચિમ ઝોનની મુલાકાત લીધી જે દરમિયાન જાધપુર ટીપી સ્કિમ નં ૨૩ માં આનંદનગર રોડ પર આવેલ રીવેરા આરકેડ બિલ્ડિગમાં ૩૮ યુનિટો સીલ કર્યા હતા.
ઝોનના ડે.એસ્ટેટ ઓફિસર જણાવ્યુ મુજબ બેઝમેન્ટમાં મજુર કરવામાં આવેલ બાંધકામનો ઉપયોગ સર્વિસ સ્ટેશન તરીકે થઈ રહ્યો હોવાથી તેને સીલ કરવામાં આવી છે. જ્યારે સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આ બિલ્ડિગ લગભગ ૧૫ વર્ષ જુનુ છે તથા બાંધકામના પ્લાન સાથે જ ૩૮ દુકાનો મંજૂર કરવામાં આવી હતી. તેમજ તમામ દુકાનોને બીયુ પરમિશન પણ છે ૩૮ દુકાનો પૈકી લગભગ ૨૫ દુકાનોમાં ઓટો મોબાઈલ વર્ક શોપ ચાલી રહ્યા છે જેમાં કિરણ મોર્ટર્સની True value shop તથા પંજાબ હોન્ડાનું વર્કશોપ ચાલે છે, આ ઉપરાત એક ફેબ્રીકેશન યુનિટ છે આ ત્રણ સામે બાકીના વેપારીઓએ ભૂતકાળમાં કોર્પોરેશનમાં પણ રજૂઆત કરી હતી. પરંતુ તે સમયે કોઈ જ કાર્યવાહી થઈ ન હતી.
જ્યારે કમિશ્નરના રાઉન્ડ દરમિયાન આ પંજાબ હોન્ડા અને કિરણ મોર્ટસ ના યુનિટ સીલ કરવાની સાથે સાથે અન્ય ૧૫ જેટલા યુનિટ પણ સીલ કર્યા છે
આ યુનિટોમાં ઓફિસ તથા ગોડાઉન નો ઉપયોગ થઈ રહ્યા છે તદ્દઉપરાંત કોમ્પલેક્ષમાં પૂરતા પ્રમાણમાં પાર્કિગ ઉપલબ્ધ છે તેથી પાડાના વાકે પખાલીને ડામ આપતા હોય તેમ કોઈ પણ કારણ વિના અમારી દુકાનો પણ સીલ કરવામાં આવી છે તેમ વધુમાં જણાવ્યુ હતુ.
મ્યુ. કોપોરેશનમાં આતરિક સુત્રો એ જણાવ્યા મુજબ કમિશ્નરના રાઉન્ડ બાદ બોર્ડ ઈન્સપેક્ટર તથા સબ ઈન્સપેક્ટર સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ આ વિસ્તારની ફૂટપાથની ગુણવત્તા નબળી હોવની ઈજનેર વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માટે સૂચના આપાવમાં આવી છે.