રામોલમાં આશાસ્પદ યુવકની હત્યા
સામાન્ય બાબતની બોલાચાલીમાં બે શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે હત્યા અને હુમલાના બનાવો વધી રહયા છે. શહેરના રામોલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં એક યુવક પર હુમલો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાન્ય બાબતમાં સશ† ુહુમલા તથા હત્યાની ઘટનાઓ વધી રહી છે ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. જેના પગલે પોલીસ અધિકારીઓ પણ હવે સતર્ક બન્યા છે આ દરમિયાનમાં શહેરના રામોલ વિસ્તારમાં હત્યાની વધુ એક ઘટના નોંધાઈ છે.
શહેરના રામોલ વિસ્તારમાં જનતાનગર રોડ ખોડિયાર માતાના મંદિરની પાછળ આવેલ મંદિના બાગમાં રહેતો ૧૮ વર્ષનો યુવક ઈકબાલ અકરમભાઈ પઠાણ ગઈકાલે રાત્રે ઘરની નજીક ઉભો હતો આ દરમિયાનમાં સમા રો હાઉસ રામોલમાં રહેતા રીઝવાનખાન પઠાણ અને બીસ્મીલ્લા ખાન પઠાણ આવ્યા હતા અને ઈકબાલ સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી.
આરોપી રીઝવાનખાન અને બિસ્મીલ્લાખાને બોલાચાલી દરમિયાન ઉશ્કેરાટમાં આવી જઈ ઈકબાલ પર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો જેના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ઈકબાલે પણ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામે બે આરોપીઓ હોવાથી તેની ચુંગાલમાંથી છુટી શકયો ન હતો.
આ દરમિયાનમાં આરોપીઓએ પોતાની પાસેનું તીક્ષ્ણ ધારવાળુ હથિયાર કાઢી ઈકબાલના શરીર પર સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો આ દરમિયાનમાં બુમાબુમ થવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. લોકોનું ટોળુ જાઈ આરોપીઓ ભાગી છુટયા હતા આ દરમિયાનમાં એકત્ર થયેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈકબાલને એલ.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે.
હત્યાની ઘટના બાદ લોકોના ટોળેટોળા રસ્તા પર આવ્યા હતા બીજીબાજુ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધીકારીઓ પણ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ થાળે પાડવા ટોળાને વિખેરી નાંખ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતું. આરોપીઓ સાથે કયા બાબતમાં બોલાચાલી થઈ હતી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. બીજીબાજુ આરોપીઓને ઝડપી લઈ તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
રામોલમાં છેલ્લા ઘણા સમયથી મારામારીના બનાવો બની રહયા છે ગઈકાલે રાત્રે સામાન્ય બાબતમાં થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેમાં એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. યુવકની હત્યાથી તેના પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયા છે અને આ અંગે રામોલ પોલીસ સ્ટેશને પહોચી જઈ ફરિયાદ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.
આ અંગેની સંપૂર્ણ વિગતો મેળવવા માટે પોલીસ અધિકારીઓ સ્થાનિક નાગરિકોની પણ તથા મૃતક યુવકના પરિવારજનોની પણ પુછપરછ શરૂ કરી છે બીજીબાજુ આરોપીઓના રહેઠાણના સ્થળો પર વોચ ગોઠવી દેવામાં આવી છે. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત્રે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે. જાકે આ અંગે સત્તાવાર કોઈ જ માહિતી મળી શકી નથી.