Western Times News

Gujarati News

સુરતમાં ૧૫ વર્ષીય કિશોરીના ૪ માસના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મંગાઈ

આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

સુરતમાં ૧૫ વર્ષીય કિશોરીને વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

સુરત, સુરતમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી ૨૫ વર્ષીય યુવક પંકજ સરોજ સાથે થયો હતો. આ યુવકે પ્રેમસંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તે ગર્ભવતી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સગીરાના ૪ મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી માગવામાં આવી છે. હાલ સગીરાને આઇસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે.

જીવનગરમાં રહેતા પંકજ સરોજનાએ સોશિયલ મીડિયાથી સગીરાના પ્રેમજાળમાં ફસાવી હતી. પંકજે અનેક વખત ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૩ જૂનના રોજ સગીરાને પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે ચેકઅપ કરી ૪ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરની આ વાત સાંભળી અમારા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું કે, સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, પંકજે અવારનવાર દુષ્કર્મ આચરતાં તે ગર્ભવતી બની છે. આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.