Western Times News

Gujarati News

‘પંચાયત’ વેબ સિરીઝની ચોથી સીઝન વહેલી આવી શકે

પંચાયતની ટીમે દર્શકો પાસે વહેલી રિલીઝ માટે મત માગ્યા

આ સીઝનમાં પણ જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફેઝલ મલિક અને પંકજ જ્હા જેવા કલાકારો છે

મુંબઈ, ‘પંચાયત’ એ એક સૌથી લોકપ્રિય વેબ સિરીઝ છે,તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એમેઝોન પ્રાઇમ અને ટીવીએફનો આ સૌથી સફળ શો છે. ત્યારે તેના ફૅન્સ તેની દરેક સીઝનની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેની ત્રણ સીઝન આવી ચૂકી છે અને સફળ રહી છે. હવે તેની ચોથી સીઝન આવવાની છે અને આ સીઝન પહેલાં તો ૨ જુલાઈએ રિલીઝ થવાની હતી. પરંતુ હવે એવો અંદાજ છે કે આ ટાઇમ ટેબલમાં ફેરફાર થયા છે. કારણ કે સિરીઝની ટીમ દ્વારા વલી સીઝનના પ્રમોશન સાથે એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે દર્શકો પાસે મત માગ્યા છે કે, તેમને રિલીઝની નવી તારીખ નક્કી કરવા કહ્યું છે. પ્રાઇમ વીડિયો દ્વારા ગુરવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

જેની શરુઆતમાં પ્રધાનજી, રિંકી અને વિકાસ ગામમાં આવનારી મંજુ દેવી અને ક્રાંતિ દેવી વચ્ચેની ચૂંટણીની વાત કરતાં દેખાય છે. તેઓ યોજના કરતાં હોય છે કે ચૂંટણીમાં તેમના હવે આગામી પગલાં કેવાં હોવા જોઈએ. ત્યારે રિંકી એવો આઇડિયા આપે છે કે, તેમણે તેની માના ચુંટણી પ્રચાર માટે એક ગીત બનાવવું જોઇએ અને તેઓ પાર્ટીનું એક ઓફિશીયલ થીમ સોંગ બનાવવાનું નક્કી કરે છે. પછી મંજુ દેવીનું ગીત બતાવાયછે, જેમાં તેઓ ચૂંટણી ઢંઢેરા પ્રકારના વાયદાઓની વાતો કરતાં હોય છે. જેમાં ગામની સુવિધાઓને, રસ્તાઓને વગેરેના વિકાસની વાતો કરે છે. તેની દેખાદેખી ભુષણ અને બિનોદ પણ ક્રાંતિ દેવી માટે એક ગીત બનાવી દે છે. તેમનું વચન એવું છે કે તેઓ મંજુ દેવી જે વિકાસનું વચન આપે છે એ બધું જ એનાથી પણ સારું કરી બતાવશે.

પછી બંને પક્ષના લોકો એકબીજાની સામે આવી જાય છે અને એકબીજાનો અવાજ દબાવવા પ્રયત્ન કરે છે. ત્યારે સચિવજીની એન્ટ્રી થાય છે તે બંને વચ્ચે મધ્યસ્થી કરે છે. તેઓ દર્શકોને આ સિરીઝ ક્યારે જોવા માગે છે એ અંગે પૂછે છે. તો વારા ફરતી મંજુ દેવી અને ક્રાંતિ દેવી બંને સ્ક્રીન પર આવે છે અને લોકોને તેઓ આ સિરીઝ ક્યારે જોવા માગે છે, તે અંગે મત આપવા જણાવે છે. આ સીઝનમાં પણ જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફેઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ જ્હા જેવા કલાકારો છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.