આરોપીએ પોલીસથી બચવા નદીમાં છલાંગ મારી

AI Image
(એજન્સી)સુરત, સુરતથી ફિલ્મી સ્ટાઇલની વિચિત્ર ઘટના સામે આવી છે. આરોપીએ પોલીસથી બચવા માટે નદીમાં છલાંગ લગાવી કૂદકો લગાવી ભાગી ગયો હતો. પોલીસ આરોપીને લઇ જઇ રહી હતી ત્યારે આરોપીએ તકનો લાભ લઇ કૂદકો લગાવીને નદીમાં આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો.
પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનો અને સ્થાનિક રહીશો બોટની મદદ વડે આરોપી શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસે બેદરકારી પણ છતી થઈ છે.
આવી ઘટનાઓ ફિલ્મોમાં જ જોવા મળતી હોય છે ત્યારે સુરતમાં હકીકતમાં પોલીસને થાપ આપીને ફિલ્મી સ્ટાઇલમાં નાસી છૂટ્યો છે. અમદાવાદના પણ સાતમી જૂનના રોજ ઓઢવ વિસ્તારમાં પોલીસ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી.
અભિષેક તોમર નામના આરોપીએ પહેલાં પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે ભાગવાનો પ્રયાસ કરતા પાંચમાં માળની ગેલેરીમાંથી બહાર નીકળી ડક પર પહોંચી ગયો હતો, પરંતુ બાદમાં ત્યાંથી ભાગવાનો માર્ગ ન મળતા આરોપીએ પોલીસને ધમકી આપી હતી.