વસંતપંચમીના દિવસે ઊંઝામા ઉમિયા માતાજીના પાવન દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયો

મોડાસા: અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ગામોમાંથી આજે વસંતપંચમીના દિવસે ઊંઝામા ભાવિકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.મોડાસા અને સાકરીયા પંથકમાંથી પણ ભાવિકો માં ઉમિયાજીના પાવન દર્શન કરી ધન્ય બન્યાં હતા.
આદ્યશક્તિમાં અગાઢ શ્રદ્ધા ધરાવતા રમીલાબેન બકોરદાસ પટેલનું પરિવાર ઉમિયાજીના દર્શને સપરિવાર સાકરીયાથી ઊંઝા જઈ માંના ચરણોમાં શીશ નમાવી કૃતજ્ઞતા સાથે દર્શન-અર્ચન કરી અલૌકિક આનંદની અનુભૂતિમાં ભાવવિભોર બની ગયું હતુઁ.પુત્ર કૌશિક,પૌત્ર શુભ,પુત્રવધૂ સહિતના સમગ્ર પરિવારે વસંત પંચમીના દિને કુળદેવીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.