કપડવંજ તાલુકાના વાત્રકકોઠા ના સરખેજ અપ્રુજી રસ્તા ની મુલાકાત
એશીયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ( AIIB ) ના ઓસ્ટ્રેલિયા અને લંડન ના પ્રતિનિધિઓ એ લીધી
ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન પંચાયત વિભાગના મુખ્ય સડક યોજનાના ગુજરાત રાજ્ય ના ખેડા જીલ્લા વાત્રકકોઠા ના સરખેજ અપ્રુજી રસ્તા ની મુલાકાત એશીયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ( AIIB ) ના ઓસ્ટ્રેલિયા અને લંડન ના પ્રતિનિધિઓ એ માર્ગ અને મકાન વિભાગ ના અધિક્ષક ઈજનેર આર.એમ.વસાવા મેહુલભાઈ ભટ્ટ તથા ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ વતી કન્સલ્ટિંગ કરતા અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી
કાર્યક્રમ નું આયોજન કઠલાલ તાલુકા ના ચરેડ ખાતે આવેલી આશાપુરા માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ખાતે રાખવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓ ને માર્ગ સલામતી અને માર્ગ ઉપર ના ચિહ્નો વિષેની સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ માં સરખેજ થી અપ્રુજી સુધીના ગામોના સરપંચો તાલુકા અને જીલ્લા પંચાયતના સદસ્યો અગ્રણીઓ વિમલ કન્ટ્રકશન પરેશ પટેલ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માર્ગ અને મકાન જીલ્લા પંચાયત નડિયાદ વતી કપડવંજ પેટા વિભાગના ના.કા.ઇ હિરેનભાઈ પંડિત અને સેક્શન ઓફિસર કેતન પરીખે કર્યું હતુ