પાકિસ્તાન આક્રમક કાર્યવાહી કરવા માટે સક્ષમ: ઇમરાન
ઇસ્લામાબાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી પ્રોકસી વારની સ્થિતિ બની ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદન પર કે અમારી સેનાઓને પાકિસ્તાની સેનાને ધૂળ ચડાડવા માટે ૫થી ૧૦ દિવસથી વધુ સમય લાગશે નહીં તેના પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારતે પાકિસ્તાની સેનાને હલ્કામાં લેવી જોઇએ નહીં પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે કોઇ રીતની આક્રમક કાર્યવાહીનો સામનો કરવામાં જનતા અને દેશની સશસ્ત્ર દળોના સંકલ્પને કોઇએ હળવાશથી લેવી જાઇએ નહીં ઇમરાને ભાજપ સરકાર પર પાકિસ્તાનની ટીકાઓ કરી પોતાના દેશની જનતાને ભટકાવવાનો આરોપ પણ લગાવ્યો છે. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ભારતની વિરૂધ્ધ પ્રોકસી વોર છેડવા માટે જવાબદાર ઠેરવ્યુ હતું મોદીએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોને પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં થી ૧૦ દિવસથી વધુનો સમય લાગશે નહીં ત્યારબાદ પાકિસ્તાની વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરી કહ્યું હતું કે પાકિસ્તાન આ નિવેદનબાજીને પુરી રીતે નકારી દે છે જે ભારતની પાકિસ્તાન માટે સારવાર ન થાય તેવી ભ્રમણને પ્રદર્શિત કરે છે.