Western Times News

Gujarati News

મમતા બેનર્જીએ દિલ્હી ચુંટણીમાં કેજરીવાલની પાર્ટીને સમર્થન આપ્યું

નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને સમર્થન આપ્યું છે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્‌વીટ કરી રહ્યું કે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કરવામાં આવે રાજેન્દ્રનગર બેઠકના ઉમેદવાર રાધવ ચઢ્ઢા સહિત તમામ આપના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવામાં આવે એ યાદ રહે કે ગઇકાલે શિરોમણી અકાલી દળે પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભાની ચુંટણીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે આમ આદમી પાર્ટીએ પ્રચાર જારશોરથી શરૂ કર્યો છે પાર્ટી તરફથી ડોર ટુ ડોર પ્રચાર,નાની નાની સભાઓ નુક્કડ નાટકો કરવામાં આવી રહ્યાં છે. પાર્ટીનું કહેવુ છે કે તમામ વિધાનસભાની બેઠકો પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તમામ ઘરો સુધી કાર્યકરો પહોંચી પ્રચાર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.