Western Times News

Gujarati News

હાઇકોર્ટમાં યુ ટર્ન: રાજય સરકારે હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી

હવેથી વાહન ચાલકોને હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે: પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત

અમદાવાદ, હેલ્મેટ મામલે રાજ્ય સરકારે ફરી એકવાર યૂટર્ન માર્યો છે. રાજ્યમાં હેલ્મેટ પર લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણનો આખરે અંત આવ્યો છે. અને રાજ્ય સરકારે જ ખુદ હેલ્મેટ ફરજિયાત હોવાનું સ્વીકાર્યું છે. ગુજરાત સરકાર હેલ્મેટ મામલે અભી બોલા અભી ફોક જેવું કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો છે. જેમાં કહેવાયું છે કે સરકારે હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી. હાઈકોર્ટમાં રાજ્ય સરકાર ફરી ગઈ હતી. અને પોતાના જવાબમાં કહેવાયું છે કે સરકારે હેલ્મેટ મરજિયાત કર્યું જ નથી. રાજય સરકારના યુટર્ન બાદ હવેથી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. અને પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

હેલ્મેટ મામલે અલગ અલગ ફરિયાદો મળ્યા બાદ અને લોકોના વિરોધ બાદ સરકારે હેલ્મેટને મરજિયાત કર્યું હતું. ખુદ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાત હોવાની જાહેરાત કરી હતી. અને નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાના માર્ગો પર હેલ્મેટ વિના કોઈ પકડાય તો દંડ ન વસૂલવા માટે આદેશ આપ્યો હતો.

જોકે નેશનલ અને રાજ્યના હાઈ-વે પર હેલ્મેટ ફરજિયાત રાખ્યું હતું.સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ ૨૦૧૯ને લાગુ કરાયો. દેશભરમાં તમામ રાજ્યમાં હેલ્મેટ લાગુ કરાયું. ગુજરાતમાં નિયમો લાગુ તો થયા પણ હેલ્મેટનો મુદ્દો ગૂંચવાયો. તમામ બાઇક ચાલકને હેલ્મેટ પહેરવુ ફરજિયાત કરાયુ. ગુજરાત સરકારે બાઇકચાલક માટે હેલ્મેટ ફરજિયાત કર્યુ. લોકો-સંસ્થાઓ અને વિપક્ષે હેલ્મેટનો વિરોધ કર્યો. વિરોધ રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બન્યો. રાજ્ય સરકારે આખરે હેલ્મેટ મરજિયાત કર્યુ નપા અને મનપાની હદમાં હેલ્મેટ મરજિયાત કરાયું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારને નોટિસ આપી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો. રાજ્ય સરકારના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી થઈ.

નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી.

જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. રાજ્ય સરકાર હેલ્મેટ પહેરવાનો મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો.ગુજરાત સરકારે રોડ-સેફટીના અનુસંધાનને લઈ પગલાં લીધા છે. ટ્રાફિકના નવા નિયમો બાદ અકસ્માતમાં ગંભીર ઇજાની સંખ્યામાં ઘટાડાનો દાવો પણ કર્યો હતો. હેલ્મેટ પહેરવાનું વૈકલ્પિક કરવાની સરકારી જાહેરાત હાઇકોર્ટે રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.