કોંગ્રસના વરિષ્ઠ નેતા એમ કમલમનું ૯૫ વર્ષે નિધન
કોઝીકોડ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન એમ કમલમનું ગુરૂવારના રોજ લગભગ ૬ વાગ્યે નિધન થયું હતું. તેઓ ૯૫ વર્ષના હતા અને લાંબી બીમારીથી પીડાઈ રહ્યા હતાં. તેમનું અંતિમ સંસ્કાર ગુરૂવાર સાંજે ૫ વાગ્યે કરવામાં આવ્યા હતાં આ પહેલા તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કોંગ્રેસના નેતાઓ જોડાયા હતાં. તેઓ કેરળમાં કોંગ્રેસના સૌથી પ્રમુખ મહિલા નેતાઓમાંથી એક હતાં. તેમણે ૧૯૮૨થી ૧૯૮૭ સુધી કરૂણાકરનના પ્રધાન મંડળમાં સહકારીતા પ્રધાનના રૂપમાં કાર્ય કરી ચૂક્યા છે. કમલમ મહિલા આયોગની અધ્યક્ષ, કેપીસીસી ઉપાધ્યક્ષ, કેપીસીસી મહાસચિવ અને એઆઇસીસી સભ્યના રૂપમાં પણ કામ કર્યું હતું. પૂર્વ મંત્રી એમ કમલમનું નિધન થતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી તથા કેરલના કોંગ્રેસના નેતાઓએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી.