મુંબઇમાં સાત હજાર ટન આયાતિત ડુંગળી સડી રહી છે
મુંબઇ, થોડા દિવસો પહેલા ડુંગળીના ભાવ આસમાને હતાં અને ડુંગળીની ચોરીઓના બનાવો પણ બન્યા હતાં પરંતુ હવે ડુંગળીના ભાવમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયા છે.નવો પાક આવવાથી કીંમતોમાં કમી આવી છે મુંબઇમાં તો ૭ હજાર ટન આયાતિત ડુંગળી સડી રહી છે કીમત ઘટનાને કારણે કોઇ રાજય તેને ખરીદી રહ્યું નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર દેશમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં છેલ્લા એક અઠવાડીયામાં ૪૦ ટકાનો ધટાડો નોંધાયો છે બીજી તરફ વિદેશથી આયાતિત થયેલ ડુંગળીને કોઇ લેનાર નથી અને મુંબઇના બંદરગાહમાં ૭ હજાર ટન આયાતિત ડુંગળી સડી રહી છે.
થોડા મહિના પહેલા જયારે ડુંગળીની કીંમતો ૧૫૦ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી તો સરકારે વિદેશથી આયાત કરવાનો નિર્ણય કર્યો હતો જા કે ઘરેલુ બજારમાં રાહત મળ્યા બાદ આયાતિત ડુંગળી સડવા લાગી છે સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઇના જેએનપીટી પર બહારથી આયાતિત ૭ હજાર ટન ડુંગળી સડી રહી છે આ ૪૫ રૂપિયા પ્રતિ કિલો કીમત પર આયાત કરવામાં આવી હતી જયારે જથ્થાબંધ બજારમાં તેની કીંમત ૨૪ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઇ છે.
દેશના જથ્થાબંધ બજારોમાં સતત પાંચમાં દિવસે ડુંગળીના ભાવમાં ધટાડો નોંધાયો છે.એક અઠવાડીયામાં કીમત ૪૦ ટકા ઘટી ગઇ છે. મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં આવેલ લાસલગાંવ મડીમાં ડુંગળીની કીંમત ૨૪ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.મુંબઇના જેએનપીટી પર એક મહીનાથી ૨૫૦ રેફ્રિજરેટેડ કંટેનર્સમાં રાખવામાં આવેલ ૭,૦૦૦ ટન અપોર્ટડ ડુંગળી સડી રહી છે.
થોડા દિવસો પહેલા ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજયોને ૫૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી આપી રહી છે.સરકારે અત્યાર સુધી વિદેશોમાંથી ૨૪,૫૦૦ ટન ડુંગળી મંગાવી છે જયારે આયાતના કુલ ૪૦,૦૦૦ ટનના સોદા થયા છે પરંતુ રાજયોએ ફકત ૨,૦૦૦ ટન ડુંગળી જ ઉઠાવી છે આથી હવે બચેલ ૮૯ ટકા ડુંગળી સડી જાય તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું હતું કે રાજય સરકારો આયાતિત ડુંગળી લેવા તૈયાર નથી કહેવાય છે કે તાજેતરના દિવસોમાં નવી ડુંગળીની આવક મંડીઓમાં વધી જતાં ડુંગળીના ભાલોમાં ધટાડો આવ્યો છે. ચાલુ વર્ષે ૯.૩૪ લાખ હેકટરમાં ડુંગળીનો પાક થયો હોવાનું અનુમાન છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે ડુંગળીના ખરાબ પાકને કારણે દેશમાં ડુંગળીના ભાવ વધી ગયા હતાં.