રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પી
નવીદિલ્હી, દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પૂણ્યતિથિ મનાવવામાં આવી રહી છે આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ,રક્ષા મંત્રી રાજનાથસિંહે રાજઘાટ જઇ રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી આ ઉપરાંત સેનાના અધ્યક્ષોએ પણ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પીત કરી હતી. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત કોંગ્રેસના નેતાઓએ પણ મહાત્મા ગાંધીને રાજધાટ પહોંચી શ્રધ્ધાંજલિ અર્પીત કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રપિતા આપણા માટે શરત વગર બીજાને પ્રેમ કરવાનો મંત્ર છોડીને ગયા છે. જ્યારે પીએમ મોદીએ બાપૂને નમન કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના ટવિટર પર લખવામાં આવ્યું છે કે, શહીદ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પોતાના અંતિમ બલિદાનમાં ગાંધીજીએ આપણા માટે એક સ્મૃતિપત્ર છોડ્યું, શરત વગર પ્રેમ, ખાસકરીને બીજા માટે. મને વિશ્વાસ છે, આપણામાંથી ઘણા લોકો ગાંધીજીના સાચા સંદેશની શોધ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટવિટર પર લખ્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન. પૂજય બાપુના વ્યક્તિત્વ,વિચાર અને આદર્શ આપણને સશક્ત, સક્ષમ અને સમૃદ્ધ ન્યૂ ઇંડિયાના નિર્માણ માટે પ્રેરિત કરે છે. ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છ ે કે મહાત્મા ગાંધીજીના વિચાર આજે પણ એટલા જ શાશ્વત છે કે જેટલા દાયકા પહેલા હતા. ગાંધીજીએ ન માત્ર ભારત પરંતુ વિશ્વને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કર્યાં છે. રાહુલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને નમન કર્યા હતાં.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે બાપુને તેમની પુણ્યતિથિ પર શત્ શત્ નમન. તેમણે મહાત્મા ગાંધીના એક જાણીતા કથનને ઉલ્લેખ કરતા કહ્યું કે એક સમાજની મહાનતા અને પ્રગતિનો અનુભવ એ વાતથી લગાવી શકાય છે જયાં નબળા અને અસુરક્ષિત સભ્યોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. મહાત્મા ગાંધી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક વીડિયો ટ્વીટ કરીને મહાત્મા ગાંધીને નમન કર્યું છે. વીડિયો શેર કરતાં પ્રિયંકાએ લખ્યું કે, ‘બાપુ તમે જીવંત છો, ખેત ખલિહાન અને ન્યાય, સત્ય અને પ્રેમના અરમાનોમાં” આ ઉપરાંત દેશભરમાં ૧૧ વાગે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું