Western Times News

Gujarati News

‘કિંગ’ માટે શાહરુખ ખાને જેલના સેટ પર શૂટિંગ શરૂ કર્યું

શાહરૂખ ખાન ખૂંખાર ખૂનીનો રોલ કરશે

શાહરુખે ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા પછી શાહરુખ હવે વધુ એક વખત એક્શન ફિલ્મ કરી રહ્યો છે

મુંબઈ, શાહરુખ ખાન અને તેની દિકરી સહાનાની ફિલ્મ ‘કિંગ’ની મોટી એક્શન સિક્વન્સ માટેનું શૂટ શરૂ થઈ ગયું છે. ફોરેનની જેલમાં દર્શાવાતો આ સીન લગભગ ૨૦૦ સ્ટંટમેન સાથે શૂટ થઈ રહ્યો છે, જેમાં શાહરુખ એક ક્‰ર ખુનીનો રોલ કરે છે. તેના સીન આ ફિલ્મમાં ઘણા મહત્વના છે.શાહરુખે ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા પછી શાહરુખ હવે વધુ એક વખત એક્શન ફિલ્મ કરી રહ્યો છે. સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મ ડિરેક્ટ કરે છે, વિદેશની જેલના ફાઇટિંગ સીન માટે ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયુ છે.

આ એક એવો સીન હશે જે ફિલ્મ માટે ઘણો મહત્વનો હશે. એક અહેવાલ મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં જ મહેબુબ સ્ટુડિયોમાં લગાડેલા સેટમાં આ સીન માટેનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. આ સીનમાં શાહરુખના પાત્ર સિવાય વિદેશની જેલમાં એક ગુનેગારોની ગેંગ પણ હશે. સુત્રના જણાવ્યા અનુસાર, “આ સીન એક વિદેશની જેલનો હશે, જેમાં એક હિરો ગુનેગારોની ગેંગ સામે ટક્કર લેશે. આ સીન ઘણો મહત્વનો હોવાથી આ સીન માટે ખાસ સિદ્ધાર્થ આનંદે ત્રણ ઇન્ટરનેશનલ સ્ટંટ એક્સપર્ટ પણ બોલાવ્યા છે. ૧૫ તારીખે લગભગ ૨૦૦ સ્ટંટ આર્ટીસ્ટ સાથે આ સીનનું શૂટ કરવામાં આવ્યું હતું.”આ સીન માટે શાહરુખે બહુ મહેનત કરી હતી અને વર્ક આઉટ કરીને આ સીન માટે ખાસ બોડી બનાવ્યું હતું.

આ સીનનું શૂટિંગ ૨૧ જૂન સુધી ચાલશે, જેમાં કેટલાંક એવા થ્રિલિંગ સીન આવશે કે લોકો થિએટરમાં સિટીઓ પાડશે. ‘કિંગ’માં શાહરુખ એક ચુસ્ત, એક્શન પેક અવતારમાં જોવા મળશે. ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ’ પછી મોટા પડદે સુહાના આ ફિલ્મ સાથે ડેબ્યુ કરશે. તે ઉપરાંત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, જયદીપ આઈાવત, અર્શદ વારસી, રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, સૌરભ શુક્લા, રાઘવ જુયાલ અને અભય વર્મા પણ છે. અભિષેક બચ્ચન મુખ્ય વિલનના રોલમાં હોવાની ચર્ચા છે. બાકીના કલાકારોના પાત્રો વિશે હજુ કોઈ માહિતી બહાર આવી નથી. આ ફિલ્મના શૂટિંગનું શિડ્યુલ ૧૦૦ દિવસનું છે અને તે લગભગ ૨ ઓક્ટોબર ૨૦૨૬ના દિવસે રિલીઝ થાય એવી શક્યતા છે. આ ફિલ્મનું મ્યુઝિક સચિન જિગરે આપ્યું છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.