બનાસકાંઠા સહિત રાજ્યના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

File
માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ
અમદાવાદ, હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ૭ દિવસ સુધી મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જો કે કાલે કેટલાક ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતા છે.
મન મુકી તું વરસજે. તારા મંડાણથી જ આ હરિયાળી છે. તારા મંડાણથી જ આ દુનિયા છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.. સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર વરસી છે.
દક્ષિણમાં પણ શરૂઆત ધમાકેદાર થઈ અને નદી-નાળા સાથે પ્રકૃતિ ખીલી ઊઠી. ત્યાં થોડી મુશ્કેલી પણ ઉભી થઈ હતી. પરંતુ તે મુશ્કેલીઓ વચ્ચે પણ મેઘાના મંડાણથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર આગામી સાત દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગે આગમી ૭ દિવસ સુધી વરસાદની તીવ્રતા ઓછી થશે તેવી આગાહી કરી છે, એટલે કે રાજ્યમાં ૭ દિવસ સુધી મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જો કે કાલે કેટલાક ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતા છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગે આગામી ૫ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અત્રે જણાવીએ કે, ભારે વરસાદના પગલે ઔરંગા નદી પણ ગાંડીતૂર બની છે. નદી હાલ ભયજનક સપાટી પર પહોંચી.
ઔરંગામાં ૪.૪૯ મીટર સુધી પાણીનું લેવલ પહોંચે એટલે તમામ કોઝવે બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભારે પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતી. સાથે જ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.