Western Times News

Gujarati News

ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ વેલેન્ટાઇન લોરેન્સનું નિધન થયું

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ વચ્ચે દુઃખદ સમાચાર

૯૮૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, લોરેન્સે ૧૯૮૮થી ૧૯૯૨ દરમિયાન પાંચ ટેસ્ટ રમી, જેમાં ૧૮ વિકેટ લીધી હતી

લીડ્‌સ,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્‌સમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન ક્રિકેટ જગત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડ અને ગ્લોસ્ટરશાયરના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ વેલેન્ટાઇન લોરેન્સનું ૬૧ વર્ષની વયે અવસાન થયું છે. લીડ્‌સ ટેસ્ટના ત્રીજા દિવસે રમત શરૂ થાય તે પહેલાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ ડેવિડ લોરેન્સના માનમાં કાળી પટ્ટી બાંધીને શોક વ્યક્ત કર્યો હતો. BCCIએ તેના x હેન્ડલ પર એક પોસ્ટ પણ શેર કરી છે.

૨૦૨૩માં તેને મોટર ન્યુરોન રોગ હોવાનું નિદાન થયું હતું, જે એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે સ્નાયુઓની નબળાઈનું કારણ બને છે. ૧૯૮૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, લોરેન્સે ૧૯૮૮થી ૧૯૯૨ દરમિયાન પાંચ ટેસ્ટ રમી, જેમાં ૧૮ વિકેટ લીધી. આમાં ૧૯૯૧માં ધ ઓવલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ૫ વિકેટનો સમાવેશ થાય છે. આ જ ઇનિંગમાં તેમણે મહાન વિવ રિચાર્ડ્‌સને આઉટ કર્યા હતા. ૧૯૯૨માં ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં એક ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણની ભયાનક ઈજાને કારણે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો દુઃખદ અંત આવ્યો.

૨૮ જાન્યુઆરી ૧૯૬૪ના રોજ જન્મેલા, લોરેન્સે ૧૯૮૧માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે ગ્લોસ્ટરશાયર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તેમણે ગ્લોસ્ટરશાયર માટે ૧૭૦ ફર્સ્ટ ક્લાસ મેચ રમી, ૩૧.૨૭ની સરેરાશથી ૪૭૭ વિકેટ લીધી. આ દરમિયાન વોરવિકશાયર સામે ૪૭ રનમાં ૭ વિકેટ લેવાનું તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ સામેલ છે. ૧૬ વર્ષની કારકિર્દીમાં, તેઓ તેમની ફાસ્ટ બોલિંગ માટે ક્લબ આઇકોન બન્યા. વન-ડે ક્રિકેટમાં તેમણે ૧૧૦ મેચોમાં ૧૪૮ વિકેટ લીધી હતી.

લોરેન્સ પરિવાર વતી ગ્લોસ્ટરશાયર દ્વારા શેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે ડેવ લોરેન્સ સ્મ્ઈનું અવસાન થયું છે, જે બહાદુરીથી મોટર ન્યુરોન રોગ સામે લડી રહ્યા હતા. સિડ ક્રિકેટ મેદાન પર અને બહાર એક પ્રેરણાદાયી વ્યક્તિ હતા. ગ્લોસ્ટરશાયર ક્રિકેટ ક્લબે લોરેન્સ માટે પોસ્ટ કરી, જેમાં લખ્યું છે કે, ગ્લોસ્ટરશાયર ક્રિકેટ પૂર્વ ખેલાડી અને ક્લબના પ્રમુખ ડેવિડ સિડ લોરેન્સના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાતમાં છે. તેઓ ૬૧ વર્ષના હતા. ગ્લોસ્ટરશાયર ક્રિકેટના દરેક વ્યક્તિ આ દુઃખદ સમયે ડેવિડના પરિવારની સાથે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.