Western Times News

Gujarati News

દેશમાં આજથી બે દિવસની બેંક હડતાળ

નવીદિલ્હી: સરકારની સાથે વાતચીત નિષ્ફળ રહ્યા બાદ તમામ બેંક યુનિયનોએ હડતાળ પાડવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. આની સાથે આવતીકાલે ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના દિવસે જાહેર ક્ષેત્રની દેશની મોટાભાગની બેંકો બંધ રહેશે. આ હડતાળનો સમય ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે આવતીકાલે આર્થિક સર્વે રિપોર્ટ રજૂ કરાશે જ્યારે પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરાશે. બેંક કર્મચારીઓ વર્ષ ૨૦૧૭થી પગારમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.


દેશની મોટાભાગની બેંકો હવે બે દિવસ બંધ રહેશે. બીજી ફેબ્રુઆરીના દિવસે પણ બેંક બંધ રહેશે કારણ કે તે દિવસે રવિવાર છે. બેંક હડતાળથી પહેલા મુખ્ય લેબર કમિશનર દ્વારા ઈન્ડિયન  બેંક એસોસિએશનને બેંક યુનિયનોની સાથે પગાર સમજૂતિ માટે બેઠક બોલાવવા આદેશ કર્યા હતા જેના ભાગરુપે આજે આઈબીએ દ્વારા બેંક યુનિયનના સંગઠનના પ્રતિનિધિઓને મુંબઈમાં બેઠક માટે બોલાવ્યા હતા. બેઠકમાં આઈબીએ દ્વારા કોઇ વધારાના નવા પ્રસ્તાવ ન આપવામાં આવતા બેંક યુનિયનોએ પહેલી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના દિવસે જારી રાખવાનો નિર્ણય કર્યો છે જેથી બેંક સેવા સંપૂર્ણપણે ખોરવાઈ જાય તેવી શક્યતા છે. બેંક કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે. હજુ સુધી ૧૨.૨૫ ટકા પગાર વધારાની ઓફર કરવામાં આવી હતી

જે બેંક યુનિયનો દ્વારા અસ્વિકાર  કરી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે, ૧૦ લાખથી વધુ બેંક કર્મચારી આવતીકાલે હડતાળ પર જશે. આ હડતાળ બાદ ફરી એકવાર વાતચીતના પ્રયાસ કરવામાં આવશે. જા વાતચીત સફળ રહેશે નહીં તો માર્ચ મહિનામાં ૧૧, ૧૨ અને ૧૩મી માર્ચના દિવસે ત્રણ દિવસ માટે હડતાળ પાડવાની ચેતવણી અત્યારથી જ આપવામાં આવી છે.

જા એ વખતે પણ મંત્રણા સફળ થશે નહીં તો પહેલી એપ્રિલથી અચોક્કસ મુદ્દત માટે બેંક હડતાળ શરૂ થશે. આર્થિક મંદીના માહોલમાં બેંક કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકો એવો આક્ષેપ પણ કરી રહ્યા છે કે, પહેલાથી ખુબ સારા પગાર હોવા છતાં બેંક કર્મચારીઓ બિનજરૂરીરીતે દબાણ લાવવામાં આવી રહ્યું છે. બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર રહેશે ત્યારે બેંકિંગ સેવાને સીધી અસર થશે. ખાસ કરીને કારોબારીઓને વધારે મુશ્કેલી નડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.