વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ઉમર ફારુકના નામથી ઇમેલ મળ્યા
સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે્’ એવો રિફાઇનરી સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યો ઇ મેઇલ
વડોદરા,વડોદરામાં સતત બીજા દિવસે શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. મંગળવારે રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યાે મેઇલ મોકલવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ, બોમ્બ સ્ક્વાડ, ડૉગ સ્ક્વાડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ ફોર્સ દ્વારા શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. ડીસીપી ઝોન ૧ ઝૂલી કોઠીયાએ જણાવ્યું હતું કે, રિફાઇનરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે, બોમ્બ ફાટશે, તેવી ધમકી મળી હતી.
ઉમર ફારુક નામના વ્યક્તિએ મેઈલ મોકલ્યો હતો. પણ કનેક્શનથી મેઈલ મોકલવામાં આવ્યો છે. બોમ્બ ની ધમકીને પગલે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશનમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ જોડાઈ છે. ગઈકાલે નવરચના સ્કૂલમાં જે ધમકી મળી હતી એ પ્રકારનો જ આજે પણ મેલ મળ્યો છે બંનેને ઉમર ફારુકના નામથી ઇમેલ મળ્યો છેખરેખર તો આજે મળેલ ઇ મેઇલ ગઈકાલે ૬.૪૭ મોકલવામાં આવ્યો હતો.
પરંતુ આજે સવારે ૭.૩૫ મિનિટે પ્રિન્સીપાલે ઇ મેલ ચેક કર્યાે હતો. બાદમાં પોલીસને જાણ કરી હતી પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી, આ ઈ મેઇલ ગઈકાલે નવરચના સ્કૂલને કરવામાં આવ્યો હતો તે સમયે જ કરવામાં આવ્યો હતો. ગઇકાલે ઇ મેલ ચેક કર્યાે હોત તો ગઇકાલે જ ઇમેઇલ કર્યાે હોવાની ખબર પડી જાત, પરંતુ પ્રિન્સિપાલે ગઇકાલે ઇ મેલ ચેક ન કરતા મે મેઇલ મળ્યાના ૨૫ કલાક બાદ આજે પ્રિન્સિપાલે ઇ મેલ ચેક કર્યાે હતો.