Western Times News

Gujarati News

પાર્કિગની જગ્યામાં બાંધકામ કરનાર સામે કાર્યવાહી

શહેરના પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા મોડીરાત સુધી દુકાનો સીલ કરવાની કામગીરી:

નારણપુરા, નવરંગપુરા, સી.જી.રોડ સહિતના વિસ્તારોમાં કુલ ૧૮૦ યુનીટ સીલ : પાર્કિગની  જગ્યામાં થયેલા બાંધકામો તોડી નાંખવા મ્યુનિ.  કમિશ્નરનો આદેશ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન અંગે હાઈકોર્ટના આદેશ બાદ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી મ્યુનિ. કોર્પો.ની કામગીરી સામે સવાલો ઉઠી રહયા હતાં. નાના વહેપારીઓના ઓટલા તોડી રસ્તા પહોળા કર્યાનો દાવો થઈ રહયો હતો આ મુદ્દે મ્યુનિ. કમિશનર સામે પણ આક્ષેપો થયા હતાં.

મોટા શોપીંગ સેન્ટરોમાં પાર્કીંગની જગ્યાઓ તથા જાહેર સ્થળો પર પાર્કિગની જગ્યામાં થયેલા દબાણો નહી હટાવાતા લોકોમાં ભારે રોષ જાવા મળતો હતો જેના પગલે આખરે મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યુ છે

સીલ કરવામાં આવેલ મિલ્કતો  શ્રેણિક કોમ્પલેક્ષ, વૃંદાવન એનકલેવનારણપુરા: જાવા ધી એડ્રેસ, હોટેલ દેવ આદી : સી.જી. સ્કવેર, ડેકથેલોન સરિતા કોમ્પલેક્ષ (૭ યુનિટ) : બ્રૂક્સ રીગલ – મોચા રેસ્ટોરન્ટ યુનિવર્સિટી પ્લાઝા (૯૧ યુનિટ) : ગોલ્ડન ડ્રેગન- નારણપુરા : રંગોલી કોમ્પલેક્ષ, મહાકાલી કોમ્પલેક્ષ, : સિલ્વર ઓક. ઓનેક્સ ૨- પાલડી : નિશાંત એપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ એવન્યુ વાસણા: સ્વસ્તિક એપાર્ટમેન્ટ, મંગલમ સ્ટોર, મેલડી ટ્રાવેલ નવા વાડજ : હોટેલ આશ્રય ઇન, હોટેલ ઓયો ટાઉન હાઉસ, પ્રોવિલ્સ હીરો

અને શહેર પશ્ચિમ ઝોનમાં ગઈકાલથી જ એસ્ટેટ વિભાગ દ્વારા પા‹કગની જગ્યામાં અડચણો તથા ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં કુલ રર બિલ્ડીંગોમાં ૧૮૦ જેટલા યુનિટ સીલ કરી દેવામાં આવ્યા છે અને આજે સવારથી આ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા તથા ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા હતાં ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે પોલીસતંત્ર તથા મ્યુ.કોર્પો.ને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા જેના પગલે કોર્પો.અને પોલીસતંત્ર સફાળુ જાગ્યુ હતું અને રસ્તા પર થતા પા‹કગો દુર કરી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


શહેર પોલીસતંત્ર દ્વારા ટ્રાફિક ઝુંબેશ શરૂ કરાઈ છે આ પરિસ્થિતિમાં  નાગરિકોની હાલત ખૂબ જ કફોડી બની હતી. શોપિંગ સેન્ટરો તથા કેટલાક મોલોમાં સામાન્ય નાગરિકોને વાહનો પાર્ક કરવા દેવામાં આવતા નથી જેના પગલે તેઓ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કરવા મજબુર બનતા હોય છે આ ઉપરાંત અનેક સ્થળોએ પા‹કગની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામો બાંધી દઈ તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહયો છે.

આ પરિસ્થિતિના  પગલે ટ્રાફિક નિયમનના ભાગરૂપે સામાન્ય વાહનચાલકો દંડાતા હતા જેના પગલે આ અંગે ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. મ્યુનિ. કોર્પો.નું તંત્ર સૌ પ્રથમ નાના વહેપારીઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કરતા લોકોમાં રોષ જાવા મળતો હતો રસ્તા પહોળા કરવા માટે દુકાનોના ઓટલા તોડવા ઉપરાંત કેટલીક દુકાનોને કાપવામાં આવી હતી.

પરંતુ મોટા શોપીંગ સેન્ટરોમાં આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. કોર્પોરેશનની આ બેધારી નીતિના પગલે શહેરભરમાં ભારે ઉહાપોહ મચ્યો હતો જેના પગલે આખરે અમદાવાદ મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યુ છે. મોડે મોડે જાગેલા મ્યુનિ. કોર્પો.ના તંત્ર દ્વારા હવે શોપીગ સેન્ટરો તથા અન્ય સ્થળો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં આવી વ્યાપક ફરિયાદો મળી હતી  આ ફરિયાદોના આધારે તથા કોર્પો.ના અધિકારીઓની ટીમોએ પશ્ચિમ ઝોનમાં આવેલા વિસ્તારોમાં સર્વે કરી પાર્કીંગની જગ્યામાં કરાયેલા બાંધકામોની વિગતો એકત્ર કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં કરાયેલી પીઆઈએલના પગલે હાઈકોર્ટે આપેલા નિર્દેશ મુજબ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગઈકાલથી જ શરૂ કરાયેલી કામગીરીમાં નારણપુરા, નવરંગપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં આવા બાંધકામોને અલગ તારવવામાં આવ્યા હતાં. સૌ પ્રથમ નારણપુરા વિસ્તારમાં આવેલા શ્રેણિક કોમ્પલેક્ષ તથા વૃંદાવન એન્કલેવમાં કેટલાક યુનિટો સીલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત દેવઆદી, સીજી સ્કવેર, સરિતા કોમ્પલેક્ષ, બુક્સ રીગલ, યુનિવર્સીટી પ્લાઝા, ગોલ્ડન ડ્રેગન, નીરવ કોમ્પલેક્ષ સહિતના સ્થળો પર પાર્કિગની  જગ્યામાં અડચણો ઉભી કરવા ઉપરાંત ગેરકાયદેસર બાંધકામો કરાતા તેને સીલ મારવામાં આવ્યા છે. રંગોલી કોમ્પલેક્ષપમાં ૧૪ યુનિટ, મહાકાન્ત બિલ્ડીંગમાં ૧ર, સિલ્વર ઓકમાં ૧૬ યુનીટ, આ ઉપરાંત વાસણા વોર્ડમાં નિશાંત એપાર્ટમેન્ટમાં ૧ યુનીટ, સ્વામિનારાયણ એવન્યુમાં ૯ યુનીટ, જયારે નવા વાડજ વિસ્તારમાં સ્વÂસ્તક એપાર્ટમેન્ટમાં ૧૧ યુનીટ, જાણીતા મંગલમ સ્ટોર્સનું ૧ યુનીટ, મેલડી ટાવેલ્સની ૧ યુનીટ સીલ કરવામાં આવ્યું છે. શહેરના સી.જી. રોડ ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પો.નું તંત્ર હાઈકોર્ટના નિર્દેશ બાદ સફાળુ જાગતા ગઈકાલ મોડી સાંજથી જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે  અને મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી. મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પા‹કગની જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડી નાંખવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જેના પગલે ગઈકાલે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને આજે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. પશ્ચિમ ઝોન ઉપરાંત અન્ય ઝોનમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. હોટલ ઓયો ટાઉનમાં પણ ૧ યુનીટ સીલ કરવામાં આવ્યું છે જયારે હોટલ આશ્રય ઈનમાં પણ ૧ યુનીટ સીલ કરાયું છે. ગઈકાલે રાત્રે સીલ કરાયેલા યુનીટોમાં દબાણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. કોર્પોરેશનની આ કામગીરીથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.