Western Times News

Gujarati News

કચ્છની બન્ની નસલની ભેંસ રેકોર્ડ ૧૪.૧ લાખમાં વેચાઈ

ગુજરાતમાં પહેલી ઘટનાઆકર્ષક અને સ્વસ્થ ભેંસ દૈનિક ૨૭ લિટર દૂધ આપે છે

સાનધ્રોના પશુપાલકની ભેંસ સેરવાના માલધારીએ ખરીદી

ભુજ,કચ્છ જિલ્લો તેની ભૌગોલિક વિશેષતાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંના ગાય, ભેંસ અને ઊંટ ખૂબ જાણીતા છે. ખાસ કરીને બન્ની નસલની ભેંસ કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશના પશુપાલકોમાં લોકપ્રિય છે.હાલમાં એક અસલ બન્ની નસલની ભેંસ રૂ. ૧૪.૧ લાખમાં વેચાઈ છે. આટલી ઊંચી કિંમતમાં ભેંસ વેચાઈ હોય તે માત્ર કચ્છ જ નહીં, પરંતુ સંભવતઃ ગુજરાતમાં પણ પહેલી ઘટના હોવાનું મનાય છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામે વેચાઈ હતી.

આ અંગે લખપત તાલુકાના સાનધ્રો ગામના માલધારી ઝકરિયા જતએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આમ તો બન્ની નસલની ભેંસની ઊંચી કિંમતે ખરીદ-વેચાણ થતી રહે છે, પરંતુ રૂ. ૧૪.૧ લાખમાં ભેંસનું વેચાણ થયું હોય તે કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત બન્યું હશે. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, ભેંસનો રંગ, રૂપ અને તેની સ્વસ્થતા આ સોદામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.સાનધ્રો ગામના ગાજી હાજી અલાદાદની ‘લાડકી’ નામની અસલ બન્ની નસલની ભેંસને ભુજ તાલુકાના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે.

વેચાણ કરનાર ગાજીભાઈનો પરિવાર પેઢી દર પેઢીથી પશુપાલનનો વ્યવસાય કરતો આવ્યો છે. હાલ તેમની પાસે ૮૦ જેટલી ભેંસો છે અને તેના દ્વારા તેઓ દૈનિક ૩૦૦ લીટર દૂધ મેળવી વેચાણ કરે છે. તેમના ચાર પુત્રો પૈકી બે મોટા પુત્રો પણ આ જ વ્યવસાય કરે છે.આ ભેંસની મુખ્ય વિશેષતા એ છે કે તેનો રંગ એકસરખો કાળો છે, જ્યારે તેના શીંગડા ચુડકંઢી છે, જે બન્ની નસલની ભેંસોમાં ખૂબ આકર્ષક દેખાય છે.

તે શરીરે તંદુરસ્ત અને સોહામણી દેખાય છે. આ જ કારણોસર આ ભેંસ ખરીદવી એ સોનું ખરીદવા સમાન બની રહે છે. બન્ની નસલની ભેંસો મોટાભાગે અન્ય પ્રદેશોની ભેંસો કરતાં અલગ તરી આવે છે, જેના કારણે તરણેતર સહિતના મેળાઓમાં યોજાતી પશુ હરીફાઈઓમાં બન્ની ભેંસ વિજેતા બનતી હોય છે. આમ તો કચ્છ વિસ્તારમાં રૂ. ૫ થી ૭ લાખ સુધીની ભેંસના વેચાણ સોદા થતા રહે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.