અગનભઠ્ઠીમાં તપતું અમદાવાદ
ગરમીનો પ્રકોપ હજુ ૩ દિવસ રહેશેઃ ગરમી માટે પાકિસ્તાન જવાબદારઃદિલ્હીમાં આકરી ગરમી : રેડ એલર્ટ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 03062019: અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો કહેર ઘટવાને બદલે વધત રમાં આજે ગરમીનો પારો ૪પ. ડીગ્રી વટાવી ચુક્યો છે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર હજુ ૩ દિવસ ગરમીનો પ્રોકપ ચાલુ રહેશે. અમદાવાદમાં પણ પારો ૪પ ડીગ્રી પર પહેંચે એવી શક્યતાઓ છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો ૪૪.પ ડીગ્રી પર છે. ગરમીના પ્રકોપને કારણે અમદાવાદને જાહેર કરવામાં આવેલ ઓરેન્જ એલર્ટ હજુ ૩ દિવસ યથાવત રહેશે તેમ સુત્રો તરફથી જાણવા મળે છે.
સવારથી જ ગરમીથી નગરજનો અકળાઈ ઉઠ્યા છે. બપોર સુધીમાં જાણે અગનભઠ્ઠીમાં તપતા નહીં હોય તેમ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠેે છે. રસ્તાઓ સુમસામ, વ્યાપાર ધંધા પર ઘેરી અસર, ભીડભાડવાળા વિસ્તારોમાં પણ કર્ફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાય છે. પંખા તથા એરકન્ડીશન્ડની હવા પણ અસર કરતી નથી. તેમજ મકાનોની દિવાલો પણ તપી જતી હોય છે લોકોની મુશ્કેલી દિનપ્રતિદિન વધતી જાય છે.
રાજસ્થાનમાં તથા દિલ્હીમાં પણ આકરી ગરમી પડી રહી છે. દિલ્હીમાં આકરી ગરમીને કારણે રેડ એલર્ટ પશ્ચિમ તથા મધ્ય ભારતમાં ગરમીનો કહર ચાલુ છે.
આકાશમાં વરસી રહેલ અગન વર્ષાને માટે પાકિસ્તાનથી આવતા ગરમ પવન જવાબદાર હોવાનું જાણવા મળે છે. ભારતમાં વરસી રહેલી અÂગ્ન વર્ષા માટે પાકિસ્તાન જવાબદાર ગણવામાં આવે છે.ગરમીને કારણે લોકો ઠંડી છાશ, લીંબુનું શરબત, શેરડીનો રસ, તથા ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે. લુ-લાગવાથી બચવા માટે લોકો માથે રૂમાલ કે ટોપી પહેરી બહાર નીકળતા હોય છે. છેલ્લા ૩ દિવસમાં ગરમીનો કહેરને કારણે સનસ્ટ્રોકના કેસોમાં અનેક ગણો વધરો થયો છે. આજે ગુજરાતના અન્ય શહેરોમાં ગ્રીનસીટી ગાંધીનગરમાં ૪પ અંશ, સુરેન્દ્રનગરમાં ૪પ.૩ ડીગ્રી, રાજકોટ ૪૪.પ ડીગ્રી, હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ગરમીનો પ્રકોપ ૩ દિવસ સુધી ચાલુ રહેશે.