બોલિંગ આક્રમણમાં વૈવિધ્યનો અભાવ ભારત માટે ચિંતાજનકઃ ગ્રેગ ચેપલ

કુલદીપ – અર્શદીપને બીજી ટેસ્ટમાં સામેલ કરોઃ પૂર્વ ભારતીય હેડ કોચની સલાહ
ચેપલે પોતાની કોલમમાં લખ્યું છે કે, ‘હેડિંગ્લી ખાતે ફિલ્ડિંગ ખૂબ જ નિરાશાજનક હતી પરંતુ તે હારનું મુખ્ય કારણ નહોતું
લંડન,ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ ગ્રેગ ચેપલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રવિન્દ્ર જાડેજાની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, તે ળન્ટલાઈન સ્પિનર નથી. આવી સ્થિતિમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર સ્પિનર તરીકે પસંદ ન કરવો જોઈએ. લીડ્સના હેડિંગલી ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા પાંચ વિકેટથી હારી ગઈ હતી. ભારતે છેલ્લા દિવસે બોલિંગ કરી હતી, પરંતુ આ મેચમાં રમનાર એકમાત્ર સ્પિનર રવિન્દ્ર જાડેજાને માત્ર એક જ વિકેટ મળી હતી. બેટથી પણ તેનું યોગદાન પ્રશંસનીય નહોતું, કારણ કે તે બંને ઇનિંગ્સમાં માત્ર ૩૬ રન જ બનાવી શક્યો હતો.
ચેપલ માને છે કે પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને બોલિંગ આક્રમણમાં વિવિધતાના અભાવનું પરિણામ ભોગવવું પડ્યું હતું. તેમણે કહ્યું કે જો ભારતે આ શ્રેણીમાં પોતાનું નસીબ બદલવું હોય તો સંતુલિત ટીમની જરૂર છે. સિલેક્ટર્સે સાહસી નિર્ણયો લેવાની હિંમત રાખવી પડશે. તેમણે કુલદીપ યાદવને શેન વોર્ન પછી શ્રેષ્ઠ સ્પિનર ગણાવતા તેની સાથે અર્શદીપ સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની સલાહ આપી હતી.ચેપલે પોતાની કોલમમાં લખ્યું છે કે, ‘હેડિંગ્લી ખાતે ફિલ્ડિંગ ખૂબ જ નિરાશાજનક હતી પરંતુ તે હારનું મુખ્ય કારણ નહોતું. ભારતે પોતાની સમસ્યાઓ ઉભી કરી હતી. સૌથી મોટી ભૂલ નો બોલ હતી જેણે બીજી ઇનિંગની શરૂઆતમાં હેરી બ્›કને જીવનદાન આપ્યું હતું.
૭૬ વર્ષીય ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું કે ભારત માટે બીજી સમસ્યા એ પણ હતી કે, ટીમના જમણા હાથના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરે લગભગ સમાન બોલિંગ કરી હતી. ભારતીય બોલિંગ આક્રમણમાં વિવિધતાનો અભાવ હતો. જસપ્રીત બુમરાહ સિવાય, બાકીના ફાસ્ટ બોલરો સમાન હતા. બોલિંગમાં ફેરફાર પછી તરત જ વિકેટ પડવાનું કારણ એ છે કે બેટ્સમેનને એડજસ્ટ થવામાં સમય લાગે છે પરંતુ ભારતીય ટીમ પાસે આ વિકલ્પ નહોતો. આ ઉપરાંત ચેપલે ભારતીય ટીમ મેનેજમેન્ટની સંતુલિત બોલિંગ આક્રમણ કરતાં ડીપ બેટિંગને પ્રાથમિકતા આપવા બદલ પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું, હું એ વાત સાથે સહમત નથી કે બોલિંગ કરનાર વધારાના બેટ્સમેનને ટોપ ઓર્ડરમાં પસંદ કરવામાં આવે. ટોપ ૬ બેટ્સમેન પર રન બનાવવા માટે વિશ્વાસ રાખવો જોઈએ. આ સાથે કેપ્ટન પાસે ૨૦ વિકેટ લેવા માટે શ્રેષ્ઠ સંયોજન હોવું જોઈએ. ss1