Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા લેવામાં આવેલ કડક પગલાં હેઠળ ખાદ્ય ચીજોમાં ગુણવત્તાની હાનિ (સબસ્ટાન્ડર્ડ) બાબતે ચાર અલગ-અલગ પેઢીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યની ફૂડ લેબોરેટરી તરફથી અહેવાલ અનુસાર ચેક કરાયેલા ચાર ખાદ્ય નમૂનાઓ ગુણવત્તાવાળાં ન હોવાનું જાહેર થતાં, સંબંધિત પેઢીઓ વિરુદ્ધ ફૂડ સેફ્‌ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ એડજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, ગોધરા સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસોમાં ઉત્તરવતી કક્ષા મુજબ ચાર પેઢીઓને કુલ રૂ.૧.૭૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ મેળવવામાં આવેલી પેઢીઓ અને વસ્તુઓનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

પટેલ કોલ્ડ્રીંકસ (વિક્રેતા પેઢી): મેંગો મિલ્ક શેક (લૂઝ) – રૂ.૧૫,૦૦૦, જવાહર ફરસાણ માર્ટઃ કાઉ પ્યોર ઘી (શ્રી માખન મિસ્ત્રી બ્રાંડ) – રૂ.૧૦,૦૦૦હર્ષ માર્કેટીંગઃ કાઉ પ્યોર ઘી – રૂ.૨૫,૦૦૦,શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટસઃ કાઉ પ્યોર ઘી – રૂ.૨૫,૦૦૦,ટેસ્ટી વડાપાંવ સેન્ટર (મીત અરૂણકુમાર કાકા અને વિરાટભાઈ પંડ્‌યા): વિમલ લાઈટ ફેટ સ્પ્રેડ – રૂ.૧૦,૦૦૦ ,

વિમલ ઓઈલ એન્ડ ફૂડ્‌સ લિમીટેડ (ઉત્પાદક): વિમલ લાઈટ ફેટ સ્પ્રેડ – રૂ.૫૦,૦૦૦ ,રજનીકાંત એન્ડ કંપની (કિર્તીકુમાર પટેલ અને શકુન્તલાબેન પટેલ): ગાય ઘી (સોમાણી બ્રાંડ) – રૂ.૧૦,૦૦૦, પૂર્વિત પ્રોડક્ટ (હરેશકુમાર મોદી): ગાય ઘી (સોમાણી બ્રાંડ) – રૂ.૨૫,૦૦૦દંડ ફટકારવાના આદેશો પંચમહાલ જિલ્લાના એડજ્યુડિકેટીંગ ઓફિસર દ્વારા આપવામાં આવ્યા હતા.

જિલ્લા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી એમ.બી. ગામેતી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું કે, આમ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા દૂષિત અને સબસ્ટાન્ડર્ડ ખાદ્યપદાર્થોના વેચાણ વિરુદ્ધ સરકાર દ્વારા કડક કાર્યવાહી અમલમાં લેવામાં આવી છે અને આવિષયે આગળ પણ સતત ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.